________________
એક વખત બને ભાઈ (ધનરાજ અને બ્રહ્મકુંવર) રમતા રમતા એક ઉપવન (બગીચા)માં ચાલ્યા ગયા. અહિં હેમણે એક વૃક્ષની નીચે બેઠેલા વાચનાચાર્ય રંગમંડણષિને જોયા. તેઓ બને ઋષિની પાસે ગયા. અને પગે લાગીને બેઠા. - ષિએ ઉપદેશ આપ્યો. તેથી તેઓને વૈરાગ્ય થયું. એટલે સુધી કે તેઓએ દીક્ષા લેવાની ઈચ્છા પણ જણાવી. વાચનાચાયે કહ્યું -“હુમને દીક્ષા શી રીતે આપી શકાય? હમારા કાકા ગુસ્સે થયા વિના રહે ખરા કે?”
કુંવરે કહ્યું – ગુસ્સે થઈને શું કરશે? અમારી ઇચછા છે, તે પછી વખત ખાવાની શી જરૂર છે?”
આ પછી ગુરૂએ તેઓને સંયમની કઠિનતા સમજાવી, પરન્ત હારે તેઓ કોઈ પણ રીતે ન ડગ્યા, ત્યહારે આખરે તેઓને દીક્ષા આપી. દીક્ષા લીધા પછી કુંવરેએ કહ્યું –“અમે દીક્ષા લીધી છે, એવું અમારા કાકા જાણશે, તે તેઓ અમને અને આપને અનેક પ્રકારના ઉપસર્ગ કરશે. અને ઘણું ખેંચતાણ પણ કરશે, માટે અમને કઈ છાના સ્થાને ધ્યાન કરીને રહેવા દો.”
ગુરૂએ આજ્ઞા આપી એટલે તેઓ બને એક ગુપ્તસ્થાને ઉપવાસ કરીને એકાગ્ર ચિત્તે સ્થિર રહ્યા.
બીજી તરફ સંઘપતિ કુંવરેની વાટ જોઈ જોઈને થાકયો. - જનને વખત વીતી ગયા છતાં તેઓ આવ્યા નહિં. એટલે ચારે તરફ તેઓની શોધખોળ થવા લાગી. પર્વતની ખીણો અને કૂવા તળાવ વિગેરે અગોચર સ્થાને તપાસ્યાં, તેમ અનેક પૂછપરછ પણ કરી, પરંતુ કુંવરને કંઇપણ પત્તો મળે નહિં, છેવટે થાકીને અફસોસ કરતા સંઘ હાંથી વિદાય થયે. સંઘના રવાના થઈ ગયા પછી બન્ને મુનિએ ગુપ્ત સ્થાનેથી બહાર નિકળ્યા, અને ગુરૂને મળ્યા, ત્યાંથી પછી વિહાર કરીને ગુરૂ પિતાના વિવિપક્ષીય (અંચલગચ્છીય) સ્થાનકે આવ્યા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org