________________
છેડે ચા. બે બાજૂએ ચામર ઢળાવા લાગ્યાં. મહાજન વર્ગ આગળ ચાલવા લાગ્યું. વાજિંત્રે વાગવા લાગ્યાં. ડગલે ડગલે દાન દેવાવા લાગ્યાં. અને સૌભાગ્યવતીએ પણ ગીતે ગાવા લાગી, એમ કરતાં પંડિતનું ઘર આવ્યું, કે કુંવરને મેતી અને રત્નવડે વધાવી લીધે. પંડિત (મહેતાજીએ) માઈ' ભણાવીને વિદ્યારંભ કર્યો. કુંવરના પિતાએ અધ્યારૂને ૧૦-૧૨ ધોતી, સણી (અબેટીઓ) અને મનગમતું દાન આપીને સંતુષ્ટ કર્યો. નિશાળીઆઓને ખડીઆ અને ધાણું વહેંચી. તેમ યાચકને દાન આપ્યાં. ધીરે ધીરે વિદ્યારંભ કર્યા પછી કુંવરે શાસ્ત્રને અભ્યાસ શરૂ કર્યો. કુંવરની બુદ્ધિમત્તાથી અધ્યારૂ અને કુંવરના માતા-પિતાને બહુ આનંદ થતો. પરિણામે થોડા જ સમયમાં કુંવરે સારી રીતે વિદ્યાભ્યાસ કરી લીધે.
કુંવર આઠ વર્ષને થતાં માતા-પિતા સ્વર્ગવાસી થયાં. કુટુંબ બમાં સર્વને શેક થયે. કુંવરનો કાકે ગુણુસિંહ રાજ્ય ચલાવવા લાગ્યું. તે પુત્રનું પોતાના પુત્રની માફક પાલન કરતે. કુંવર નવ વર્ષને થતાં સં૦ ૧૫૭૬ માં ગુણસિંહે દ્વારિકાને સંઘ કાઢ્યું. આ સંઘમાં બે પુત્રો અને બીજા ઘણા લોકોને લઈને સંધવી ગુણસિંહ ગિરિનાર આવ્યું. આ વખતે સંઘનું વર્ણન કરતાં કવિ કથે છે –
“નફેરી જેડાં ઘણું વાજઈ ગંભીર નીસાણ; મજલ મજલ રહતા સહી ચાલઈ સંઘ સુજાણ. ૮૮ શ્રીગિરિનારિઈ આવીયા ડેરા દિઈ અભિરામ; દિન બિ ત્રિણિ થોભે તિહાં તિલ પડવા નહીં ઠામ.” ૮૯
( ૧ ) માઇને સંસ્કૃતમાં માતૃકા કહે છે. બાળકને વિદ્યાભ્યાસના પ્રારંભમાં અકારાદિ ૪૯ વર્ણ શિખવવામાં આવે છે, હેને માઈકે માલુકા કહે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org