________________
જિમ અંગુલિનુ કીધઉ છેદ તિમ તુઝ મસ્તક જાણે વેદ; જૂઠઉ જટી ન ચાલિઉ દંભ આણ્યા અઠેર જલકુંભ. ૧૨૨ તિણિ ન્હવારી સાજી કરી ગયુ જોગી તે વન પરિહરી, મનિ માનઇ તિણિ થાનકિ રહઈ કરિઅપ્રતિજ્ઞા તે પણિ દહઈ. ૧૨૩ એક વાત કીધી અભિનવી જિનપ્રતિમા સિરિ ચૂરણ ઠવી, કીધા બિંબ અપરિષિ કલા આવ્યા શ્રાવક સહિ ગુરૂ વલા. ૧૨૪ જોગી ભેટ નગરનરેસ ઊઠી રાઊ કરઈ આદે; ભમત ભમતાં આવિઉ ફરી રહિ બારણુઈ મુદ્રા ધરી. ૧૨૫ માન દેઈ ગુરિ તેડિક ઘણું આવ બાબૂ લિઉ બાઈસણું; કાઈ અદ્ઘારી લીધી કેડિ નહી છૂટ નાસંતા વેડિ. ૧૨૬ ગુરિ મંત્રી બાંસારિઉ પાટિ દઉ માન તે ફેકટ માટિ; યેગી ગવટઉ સાચવ કાઈ કલેસ નવઉ માચવઉ. ૧૨૭ કૂડ કપટ કલહ પરિહરૂ ભમતાં ભિક્ષા પેટજિ ભરૂ; વાત કરંત મ કર રીસ ચડીઉ પુહર બિ પુરજ દીસ. ૧૨૮ રષિની વિહરણવેલા થઈ પાંગરીયાં ગુરૂ આયસ લહી; રાઉલ વાતજિ મેહલી રહિ અવસર અદ્ધ ભિક્ષાનુ ભયું. ૧૨૯ ભમતાં ચક ભરઈ કુંભાર ભમતાં ભૂપ ભરઇ ભંડાર ભમતુ ગી ભિક્ષા લહઈ ભમતી નારી નિજલ દહે. ૧૩૦ એતુ રાઉલ થઇ તુહ્મ વાટ જાઉ જિહાં જેગીનું થાટ; ઊઠઉ તથા અઈ ઊચાટ પૂઠાં વલગુ આવઈ પાટે; ૧૩૧ સૂરિ ઊડિવવા સકતિ તવ ટલી કુણ પાએસઈ પાણી પલી; યેગી ગર્વ ગયુ તે ગલી દાઝ દેહ રહિ લવલી. ૧૩ર. માહરૂ લીલી મૂંકિ અંગ ભારે પીડ રષે હુઇ ભંગ; ધષઈ અંગ અધિકા અંગાર માહરઈ કુણ કરેસ સાર. ૧૩૩ ગુરૂ જંપઈ નહી અવસર એહ આવિ હવઈ ગઈઠાનું છેહ; જેતલઈ અદ્મ આવિયા પાતરાં તેતલઈ નાઠાં સવિ નાતરાં. ૧૩૪ લાજિકુ જેગી લાગુ પાય જિનપ્રતિમા ઉપરાઠી કાઈ; એ અપરાધ અલ્લારૂ ષમુ દેવ અધ્ધારૂ દેહ મ દહઉ. ૧૩૫
[ ૩૭ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org