SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ રચુ રાસ તે સેડામણ ગંગાવતી મઝારિ. ૧૨ (સં. ૧૫૬૭ આ સુદિના સોમવારે, ખંભાતમાં) ૮ વિમલપ્રબંધ સુરપ્રિય કેવલી રાસની પછીની આ કૃતિ છે. કેમકે સુરપ્રિય રાસ સં ૧૫૬૭માં બનાવ્યો છે, જમ્હારે આ પ્રબંધ સં. ૧૫૬૮ ના આસો માસના રવિવારે પાશ્વનાથના પ્રસાદથી બનાવ્યો છે. આજ હકીકત કવિ પ્રબંધની અંતમાં આ પ્રમાણે આપે છે – અસહાનિ આ માશિ કીધઉ પાસ જિણેસર પાસિક મૂલનક્ષત્ર નિર્મલ રવિવાર પૂરૂ વિમલરાસ વિસ્તાર. ૪૯ રાસ રચીઉ રાસ રચીઉ નવલ નવખંડિ, તસ ઉપરિ ઈક ચૂલિકા ધ્યાનિ પાસ ગબવી ધ્યાયુ, વિમલ શ્રીવર્ણન કરિઉં સરસ રાસ પદબંધ ગાયું; સંવત પંનર અડસઠઈ (૧૫૬૮) વડુ રાસ વિસ્તાર, તે પ્રમાણિ પૂરું ચડિઉં માલસમુદ્ર મુઝારિ. ” ૫૦ (પૃ૦ ૩૮૧-૩૮૨) આ પ્રબંધ સૂરતવાળા શ્રીયુત મણિલાલ બકેરભાઈ વ્યાસે સંશોધન કરી પ્રકટ કર્યો છે. હેમણે હેની ઉદ્દઘાતમાં આ ગ્રંથના સંબંધમાં ઘણું સરસ-જાણવા જેવું વિવેચન કર્યું છે, માટે વિ. શેષ જાણવાવાળાઓએ ત્યાંથી જોઈ લેવું. ૯ કરસંવાદ આમાં, ડારે ગભદેવ ભગવાન્ વરસીતપના પારણે શ્રેયાંસકુમારને ત્યહાં પધાયાં. અને શ્રેયાંસકુમાર 2ષભદેવ ભગવાન ને ભિક્ષા આપે છે. આ પ્રસંગને લઈને-શ્રેયાંસકુમારના બે હાથના વિવાદને ઉદ્દેશીને કવિવરે સંવાદ લખે છે. એકંદર આની ૬૯ કડી છે. ડાબા અને જમણા હાથે પિતાપિતાની મહત્તા બતાવાને જે યુક્તિઓ વાપરી છે, તે ખરે [ ૧૭ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy