________________
પ્રકાશિત કરવાનો નિશ્ચય કર્યો. શ્રીપાર્ધચંદ્ર હથી જોધપુર ગયા. અને ત્યહાં પિતાને મત પ્રકટ કર્યો. ઘણા શ્રાવકે તેમના મતને અનુસરવા તત્પર થયા. તે પછી નાગપુર (નાગોર), પાટણ વિગેરે શહેરા અને કુંકણું, માલવ, સોરઠ અને ગુજરાત વિગેરે દેશમાં વિચરી પોતાને મત સ્થાપન કરવા માંડ્યો અને પોતાના નવા મતના સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાને સંઘ સ્થાપન કર્યો. કેટલાક વાદીઓ તેમનાથી નિરૂત્તર પણ થયા.
આ વખતે નરસમુદ્રની ઉપમા પામેલ પાટણ શહેરમાં શ્રી શ્રીમાલી ભીમાશાહ અને વલ્હાદે રહેતાં હતાં. તેમના પુત્ર સમરે તેમની પાસે સં. ૧૫૭૫ના માઘ મહીનાની પાંચમના દિવસે દીક્ષા લીધી. અહિંથી વિહાર કરતા કરતા ગુરૂ શિષ્ય સલખણુપુર (શંખલપુર) પહોંચ્યા. અહિં સેમવિમલસૂરિની સમક્ષ મોઢજ્ઞાતિના મંત્રી વિક્રમ અને સધર તથા શ્રીમાળી જ્ઞાતિના હેમા દેસીના પુત્ર ડબ, લાધા અને પાસરાજ એ ભાઈઓએ કરેલા મહત્સવ પૂર્વક સં. ૧૫૯ માં શ્રીપાર્ધચંદ્રને ભટ્ટારક પદવી, શ્રીસમરચંદ્રને ઉપાધ્યાય પદવી અને વિજયદેવને આચાર્ય પદવી મળી.
તે પછી સં. ૧૬૦૪ માં માલવદેશના ખાચરેાદ નગરમાં ભીલગ અને વછરાજે મહત્સવ કરીને સમરચંદ્રઉપાધ્યાયને
વડતપાગચ્છની ચાલી આવતી પરંપરા પ્રમાણે વર્તતા હતા, તે પછી તેઓ એવી રીતને માર્ગ પાર્ધચંદ્રને બતાવે જ કેમ ? “વદતો વ્યાઘાતઃ” જેવું અહિં લાગે છે.
સેમવિમલસૂરિ, તે સમયના, ચાલતી આવેલી પરંપરાને કરવાવાળા સુવિહિત આચાર્ય હતા. તેઓ નવીન મતના પ્રરૂપક પાર્ધચંદ્રજીને ભટ્ટારકપદવી આપવામાં સામેલ થાય-સમ્મત થાય, એ કદાપિ સંભવી શકતું નથી. વલી પાર્ધચંદ્રની ભટ્ટારપદવીમાં સોમવિમલસૂરિ સામેલ થયા હતા, એવું પાર્ધચંદ્રજીના અનુયાયીઓનાં સાધને સિવાય, બીજે ક્યાંય પણ વાંચવામાં આવતું નથી.
[૧૪]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org