________________
શ્રી જિનગુણસ્તવનો મહિમા [ ૧૮૩] છે. શ્રી જિન સિવાય અન્ય ગુણવાન આત્માઓ આ જગતમાં હયાતી ધરાવતા નથી એમ નહિ, પણ શ્રી જિનેશ્વરના ગુન સ્તવન કરવામાં સર્વના ગુણેનું
સ્તવન સમાઈ જાય છે અને એક શ્રી જિનસ્તવ છોડીને અન્ય સર્વગુણનું સ્તવન કરવામાં આવે, તે પણ તે ગુણસ્તવન અધુરૂં જ રહે છે, એ વાત સમજવાની વિચક્ષણેને અનિવાર્ય આવશ્યકતા છે. શ્રી જિનેશ્વર દેવાની સ્તુતિ
શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ કરતાં પૂર્વ મહાપુરૂષ કહે છે કે-હે ભગવન્! બુદ્ધિથી દરિદ્ર એવા પણ અમને ગુણના પર્વત સમાન એવા આપની સ્તુતિ કરવા માટે વાચાળ બનાવનાર હોય તે આપના લકત્તર ગુણે જ છે. રત્નાકર જેમ રત્ન વડે શોભે છે, તેમ હે જગત્પતિ! આપ પણ અનંત જ્ઞાન– દર્શન–વીર્ય અને આનંદાદિ ગુણરત્ન વડે ભી રહ્યા છે.
મનુષ્યભૂમિ ઉપર આપને જન્મ નષ્ટ થયેલા ધર્મ વૃક્ષના બીજને પુનઃ અંકુરિત કરવા માટે જ જાણે થયે ન હોય તેમ જણાય છે. હે ભગવન્! આપની ભક્તિના લેશનું ફળ પણ મોટી ઋદ્ધિ અને કાન્તિવાળા કે જ્યાં રહેલા છે એવી સ્વર્ગભૂમિમાં
Jain Education International 2000 Pobrate & Personal Use Only
www.jainelibrary.org