________________
[ ૩૭૮ ]
શ્રી મહાવીર જીવનજ્યોત એ બાલમુનિએ માત્ર છેડા જ સમયમાં આગમશાસ્ત્રોનો અભ્યાસ કરીને અન્ય મતવાદિઓને પરાસ્ત કર્યા. વિ.સં. અગીયારસે ને ચુમોતેરમાં ગુરુએ રામચંદ્ર મુનિને આચાર્ય પદથી વિભૂષિત કર્યા અને દેવસૂરિ નામ સ્થાપિત કર્યું. વિ.સં. અગીયારસો સીતેતરમાં તેમણે સાડાત્રણ લાખ નવા શ્રાવકે પ્રતિબોધ્યા. તેઓશ્રીની યાદશકિત અજોડ હોવાથી વાદિ દેવસૂરિ તરીકે ખ્યાતિ પામ્યા. એ સૂરીશ્વરજીએ ચોવીશ મુનિઓને આચાર્યપદ આપ્યું. અનેક સ્થળે પ્રતિષ્ઠા કરાવી, અનેક રાજાઓને પ્રતિબોધ આપે.
નાગરના રાણુએ શ્રી વાદિ દેવસૂરિની પ્રખર પ્રભાવિકતા જોઈ અગીયારસો રીતે તેની સાલમાં શ્રીમન્નાગપુરીય ગૃહતપાગચ્છ બિરૂદ આપ્યું તેથી વડગ૭ શ્રીમન્નાગપુરીય બૃહતપાગચ્છ તરીકે પ્રસિદ્ધ થયે. વાદિપ્રભાવક ધુરંધર આચાર્ય વર્ય શ્રી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં દેશના જલધર વરસાવી જૈન શાસનનો ડંકો વગાડ્યો. તેમજ પ્રમાણનય તત્વાલક, સ્યાદ્વાદ રત્નાકર વગેરે ન્યાયવિષયક અનેક કઠિન ગ્ર રચ્યા. તેમના સમયમાં ખરતરગચ્છ, પુનમ ગચ્છ, અંચલગચ્છ શરૂ થશે. બારસે છવ્વીસમાં શ્રાવણ વદ સાતમને ગુરુવારે સ્વર્ગવાસી થયા.
તેમના પછી પણ એ વડગચ્છની વિભૂતિઓ સમા અનેક ધુરંધર આચાર્યોએ શાસનપ્રભાવના કરી, તેમાં મૂખ્ય શ્રી પ્રદ્યપ્રભસૂરિ ઉગ્ર તપસ્વી અને ભુવનદીપક ગ્રન્થના કર્તા થયા. તેમના સમયમાં સાઢ પુનમીયા ગચ્છ નીકળે. તે પછી તિષશાસ્ત્રવેત્તા પ્રખર આ. શ્રી પ્રસન્નચંદ્રસૂરીશ્વર થયા. તેમના સમયમાં બારસો પચાસમાં આગમીક ગછ નીકળ્યા. તેમના પટ્ટધર ગુણસમુદ્રસૂરીશ્વર થયા.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org