________________
શ્રી વીતરાગાય નમઃ
શ્રી લોકાગચ્છ જૈન સંઘની અલૌકિકતા
અલૌકિક નિર્ણય
મુંબઈ શહેરના હાર્દ સમા (ફેટ) કોટ વિસ્તારમાં શ્રી કાગચ્છ જૈન સંઘની સ્થાપન લગભગ નેવું વર્ષ પહેલા થઈ. ભાટીયા બાગની સામે બોરા બજારના નાકે એક વિશાળ ઉપાશ્રય તૈયાર કરવામાં આવ્યા. ત્રણ માળની ઉંચી ઈમારતમાં સાધુ સાધ્વીજીઓને ચાતુર્માસમાં તેમ શેષકાળમાં પણ સગવડતા રહે તેવી સુંદર સુવિધાઓ ભરપુર છે. પહેલે માળે પેઢી અને વ્યાખ્યાન હેલ, બીજા માળે રહેવાની વ્યવસ્થા, અને ત્રીજા માળે ગરમ પાણી તથા મહેમાને માટે તેમજ કઈ જમણ પ્રસંગ માટે સામગ્રી સભર વ્યવસ્થા છે.
શ્રી લોકાગચ્છમાં સાધુ સાધ્વીજીઓની ઉપસ્થિતિ નથી. એ ગચ્છના શ્રાવકે ને શ્રાવિકાઓ યતિઓના પૂજક હોવાથી શ્રી
કાશાહની ગાદીને પૂજતા આવ્યાં છે. પણ યતિઓની પરંપરા પ્રાયઃ લુપ્ત થતાં એ ગચ્છના વર્તમાન આગેવાનોએ દીર્ધદષ્ટિ વાપરી પાંચ વર્ષ પહેલાં સમગ્ર જૈન સમાજને દાંત લેવા જે એક અલૌકિક નિર્ણય કરી ઠરાવ પસાર કર્યો કેઃ “શ્વેતાંબર માગી કઈ પણ ગચછ કે કઈ પણ સંપ્રદાયના પંચમહાવ્રતધારી સાધુ સાધ્વીજીઓને ચાતુર્માસ માટે તથા શેષકાળમાં પણ લાભ આપવા વિનંતી કરવી.” સંપ્રદાયવાદમાં રાચનારા આ કાળમાં આ નિર્ણય ખૂબ જ પ્રશંસા માગી લે એવે છે.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org