SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક ૪૦૮ ચાલી. પૂજ્યપાદ ગુરુદેવશ્રી આસપાસ ધાર્મિક પ્રગતિ કરતો એક વર્ગ રચાઈ ગયે. આ વર્ગ પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજના સાહિત્યનો અભ્યાસી બન્યા. આમ, ભાઈ ભગવાનદાસમાં વૈરાગ્યભાવના ખીલી ઊઠી. એ જમાનામાં દીક્ષા દુર્લભ હતી. છતાં તેમની મક્કમતા આગળ કુટુંબીઓને નમતું જોખવું પડ્યું. સંયમ માટે સહર્ષ અનુમતિ આપી. સં. ૧૯૮૭ના કારતક વદ ત્રીજે મુંબઈ ભાયખલામાં ભગવાનદાસ પૂ. શ્રી રામવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી ભદ્રકવિજયજી તરીકે ઉલ્લેષિત થયા. ગૃહસ્થજીવનમાં આયંબિલના તપ પ્રત્યે અજબને અનુરાગ હતે. એક વખત છ મહિના લાગેટ આયંબિલ કર્યા હતાં. દીક્ષા બાદ નાદુરસ્ત તબિયતને કારણે તપ-પ્રેમ વધતો રહ્યો, અને વર્ધમાન તપની બાવન એળીઓ પૂર્ણ કરી. પોતાના પરિચયમાં આવતા પ્રત્યેક માનવીના મનમંદિરમાં બિરાજવાની પુણ્યપ્રકૃતિ ધરાવતા મુનિરાજને સં. ૨૦૦૭ના મહા સુદ ૭ને દિવસે પાલીતાણામાં પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. પ્રભાવ, પુણ્યાઈ અને પવિત્રતાથી પરિપૂર્ણ હોવા છતાં “આચાર્યપદને અસ્વીકાર કરવાની નિરીહતાને કારણે વર્તમાન યુગના પંન્યાસ શ્રી સત્યવિજયજી' બની ગયા. એનાથી પૂજ્યશ્રીની પ્રતિષ્ઠામાં એટલે વધારો થયે કે આચાર્યો પણ તેઓશ્રીની અદબ જાળવતા. આયંબિલને તપ, મહામંત્ર જાપ અને બ્રહ્મવતને ખપ - આ સૂત્રની સિંહગર્જના કરી, જેના પ્રભાવે નવપદ અને વર્ધમાન તપની આરાધનામાં જોશ આવવા સાથે સિદ્ધચક મહાપૂજનને પ્રચાર જૈનસંઘમાં ખૂબ જ વેગીલે બન્યા. સં. ૧૯૮૭થી પ્રારંભાયેલું એ સંયમજીવન સં. ૨૦૩૬ના વૈશાખ સુદ ૧૪ના દિવસે સમાધિમૃત્યુની સફળતાને વર્યું. પચાસ વર્ષના દીક્ષાપર્યાય દરમિયાન પૂ. પંન્યાસજી મહારાજ અનેક શાસનપ્રભાવક કાર્યો સિદ્ધ કરી ગયા. છેલ્લાં ઘણાં વર્ષો મારવાડ-ગોલવાડ તરફ વિચરતા હતા, પરંતુ અસ્વસ્થ તબિયતને કારણે પાટણમાં સ્થિર થયા ડોકટરોને પણ આશ્ચર્ય થાય એટલી સમતા જાળવી. અને પાટણના પનેતા પુત્રે પાટણની ભૂમિ પર જ પિતાની પાવન જીવનલીલા સંકેલી પરલેકે પ્રયાણ કર્યું. પૂજ્ય પંન્યાસજી મહારાજનું જીવન નિરભિમાન, અનાસંસભાવ, પરાઈપ્રિયતા, કલ્યાણ કામના, સદૈવ સમિત મુખમુદ્રા, ઊંડાં ચિંતન-મનનની પ્રતિભા, નમસ્કાર-નિકા, ભગવદ્ભક્તિ આદિ અનેક સગુણોથી ઓપતું હતું. તેઓશ્રીનું મન મૈત્રીભાવ અને મહામંત્ર-મહામ્યથી મંજાયેલું હતું; ચિત્ત ચારિત્ર દ્વારા ચાખ્યું હતું; તનમાં તપની તાજગી હતી; મુખ પર માધુર્યનું મનહર હાસ્ય હતું; વાણી વેધકતા ધારતી હતી, પૂજ્યશ્રી સ્વયં વાત્સલ્યમૂર્તિ હતા. તેઓશ્રી આગને બાગમાં, વિરોધને વિનયમાં, અધર્મનાં અંધારાને પુણ્યપ્રભાવી ધમપ્રકાશથી અજવાળવાનું સામર્થ્ય ધરાવતા હતા. અને એ સામર્થ્યથી જ પૂજ્યશ્રીએ મહાન શાસનપ્રભાવના દ્વારા સંયમજીવન સાર્થક બનાવ્યું. (સંકલનઃ પૂ. આચાર્યશ્રી વિજયપૂર્ણચંદ્રસૂરિજી મહારાજ.) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy