________________
શાસનપ્રભાવક
લાભ જે તેવો નથી. છેલ્લામાં છેલ્લી પદ્ધતિએ ગ્રંથનું સંશોધન, સંપાદન અને પ્રકાશન કરતાં કરતાં તેઓશ્રી જીવનના અંત સુધી અથાગ પરિશ્રમ ઉઠાવીને વિ. સં. ૧૯ના કાર્તિક વદ પાંચમ ને શુક્રવારે તા. ૧-૧૨-૧૯૩૯ના પાછલી રાત્રે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
પૂજ્યશ્રીના જીવનપ્રસંગો સાથે છગડાને ખૂબ મેળ હતો. એ અંકથી અંકિત વર્ષોમાં તેમણે વિશિષ્ટ કાર્યો સાધ્યાં. તેમને જન્મ સં. ૧૯૨૬માં, દક્ષા સં. ૧૯૪૬માં, પાટણના ભંડારેની વ્યવસ્થાનું કાર્ય સં. ૧૯૫૬માં, શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાળાના પ્રકાશનને આરંભ સં. ૧૯૬૬માં અને સ્વર્ગવાસ સં. ૧૯૬માં. તેમનાં બંધુભગિનીઓની સંખ્યા પણ ૬ હતી. સતત કર્તવ્યપરાયણ, અપ્રમત્ત, આદર્શ ભૂત સંયમી મહાપુરુષના આગમપ્રભાવક પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી જેવા પ્રખર વિદ્વાન શિષ્ય હતા. તે ઉપરાંત શ્રી દુર્લભવિજ્યજી, શ્રી મેઘવિજ્યજી આદિ શિષ્ય હતા. પાટણ, વડોદરા, છાણી, લીંબડી, ભાવનગર વગેરેના શ્રીસંઘ અને ભારતભરના જેને તેઓશ્રીની આ મહાન શાસનપ્રભાવનાને કદી ય ભૂલી શકશે નહીં. એવા એ સમર્થ વિદ્વત્વર્યને શતસહસ્ર વંદના !
અપ્રમત્ત યાત્રાવાંછુ મહાત્મા પૂ. મુનિરાજ શ્રી મણિવિજયજી મહારાજ
પરમ પૂજ્ય શ્રી મૂળચંદજી મહારાજના શિષ્યરત્ન શ્રી ગુલાબવિજયજી મહારાજના બાલબ્રહ્મચારી શિષ્યરત્ન શ્રી મણિવિજયજી મહારાજ શિહોરના વતની હતા. તેમને જન્મ વિ. સં. ૧૯ત્ના કારતક સુદ પાંચમે થયો હતો. તેઓશ્રીએ સં. ૧૯૫૬માં ફાગણ સુદ ને દિવસે લુણાવાડામાં કુમારવયે દીક્ષા અંગીકાર કરી હતી. ગુરુદેવ પાસે રહી ઘણું વિશાળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. વિવિધ વિષયના વિચારમાળાના ૭ ભાગો પ્રકાશિત કરીને પૂજ્યશ્રીએ શ્રીસંઘ પર મેટે ઉપકાર કર્યો છે. તેઓશ્રીને શ્રી સિદ્ધ ગિરિરાજ પર અત્યંત ભક્તિભાવ હતું, તે એટલે સુધી કે પિતે પાલીતાણામાં હોય ત્યાં સુધી દાદાના દર્શન કર્યા સિવાય પચ્ચક્ખાણ પારતા નહોતા. તેમણે ૯૯ યાત્રા કરીને અને કેને પ્રેરણા આપી હતી. અંતકાળે પૂજ્યશ્રી ગિરિરાજ ઉપર દેવાધિદેવ સન્મુખ પૂ. સાધ્વીજી મહારાજના મુખે નમસ્કાર મહામંત્ર શ્રવણ કરતાં કરતાં સં. ૨૦૨૯ના ફાગણ સુદ પાંચમે કાળધર્મ પામ્યા. તેઓશ્રીને અગ્નિસંસ્કાર ઘેટી ગામે કરવામાં આવ્યું હતું. અનેક પુણ્યશાળી જીને યાત્રાનું માહાત્મ્ય દર્શાવનાર એ મુનિરાજને કેટ કેરિ વંદના! (સંકલન : શાંતિલાલ સુંદરજી પરિવાર, શિહેર (મુંબઈ) ).
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org