SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંત ર૬પ વ્યાકરણના આઠમા અધ્યાયના ક્રમશઃ પ્રયોગ સાધતું રાજા કુમારપાળના ચરિત્રનું વર્ણન છે. આ કાવ્યગ્રંથમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાના વ્યાકરણ સાથે કુમારપાળના ચરિત્રનું વિશેષ રૂપે વર્ણન હોઈ તે “કુમારપાળચરિત્ર” નામે પણ ઓળખાય છે. ગશાસ્ત્ર : આ કૃતિ વિષયક છે. આમાં ૧૨ પ્રકાશ છે. લૈંક સંખ્યા ૧૦૧૨ છે. આ ગ્રંથની પજ્ઞ ટીકા ૧૨૭૫૦ કપરિમાણ છે. આ ગ્રંથમાં વેગ, નિયમ આદિ યોગ સંબંધી અંગેનું વિસ્તૃત વર્ણન છે. વેગનું માહાસ્ય અને યોગસાધના વિશે વિસ્તૃત માહિતી આપનાર આ મહત્વપૂર્ણ ગ્રંથ છે. આ ગ્રંથની તેમ જ “વીતરાગસ્તોત્ર”ની રચના આચાર્યશ્રીએ રાજા કુમારપાળની વિનંતિથી કરી હતી. રાજા કુમારપાળ નિત્ય તેને સ્વાધ્યાય કરતા હતા. આચાર્ય હેમચંદ્રસૂરિએ આ ઉપરાંત અનેક રચનાઓ કરી છે, તેમાંના કેટલાક ગ્રંથની રચનાનો ઉલ્લેખ વ્યાકરણ અને કેષના સંદર્ભ સાથે અગાઉ કરેલ છે. તેઓની આ અન્ય રચનાઓ પણ સુંદર, સમર્થ અને મહત્વપૂર્ણ છે. તેમનું સમગ્ર સાહિત્યસર્જન એક રીતે જોઈએ તે અભ્યાસીઓ માટે માર્ગદર્શક, અને વિન્જને માટે આધારભૂત, અને જે તે વિષયને સમજવા જિજ્ઞાસુઓ માટે સરળ અને સુગમ્ય છે. શ્રી હેમચંદ્રાચાર્યના વિદ્વાન શિષ્ય-પ્રશિષ્યમાં શ્રી બાલચંદ્રસૂરિ, શ્રી રામચંદ્રસૂરિ, શ્રી મહેન્દ્રસૂરિ, પં. વર્ધમાનગણિ, શ્રી ગુણચંદ્રગણિ, પં. યશશ્ચંદ્રગણિ, પં. ઉદયચંદ્રગણિ, મુનિ દેવચંદ્રજી, પં. ઉદયસાગરગણિ વગેરે હતા. આચાર્ય હેમચંદ્રસૂરિનું આયુષ્ય ૮૪ વર્ષનું, દીક્ષા પર્યાય ૭૬ વર્ષને અને આચાર્ય પદને સમય ૬૩ વર્ષને હતે. વિ. સં. ૧૨૨હ્માં, પાટણમાં, સમાધિપૂર્વક, બ્રહ્મરંધથી પ્રાણ છોડી, કાલ કરી, સ્વર્ગે સિધાવ્યા હતા. રાજા અને પ્રજા વિરાટ સંખ્યામાં અંતિમ દર્શન અને અંતિમયાત્રામાં જોડાયા હતા. એમના અંતિમ સંસ્કારના સ્થાનેથી રાજા, સામંત અને પ્રજાએ તિલક કરવા ચિતાની ભસ્મ લીધી. તે વખતે ભસ્મ નહિ રહેતા મારી લેતાં લેતાં જે મેટ ખાડે પડ્યો તે સ્થાન “હેમખાડ' તરીકે પ્રસિદ્ધ છે. શ્રી હેમચંદ્રસૂરિના દેહવિલય છતાં તેઓશ્રી અક્ષરદેહે આજે આઠ વર્ષ પછી પણ જીવંત છે. તેઓએ જ્ઞાનનો મહાસાગર આપીને આપણને કૃતકૃત્ય બનાવ્યા છે. તેથી જ તેમના દેહવિલય પછીને સંસ્કૃત ભાષા અને ગુજરાતી ભાષાને કાળ “હમયુગ” તરીકે મનાય છે. શ્ર, ૩૪ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy