________________
૨૦૨
શાસનપ્રભાવક
વિશિષ્ટ જ્ઞાતા થયા. તેમની સર્વ પ્રકારની યોગ્યતાને જાણી ગુરુમહારાજે તેમને આચાર્ય પદ પ્રદાન કરી, આચાર્ય હરિભદ્રસૂરિ નામે જાહેર કર્યા
આચાર્ય હરિભદ્રસૂરિને હંસ અને પરમહંસ નામે સંસારપણે બે ભાણેજ હતા. તેઓએ કુટુંબકલેશથી વ્યથિત બની, વૈરાગ્ય પામી, મામા પ્રત્યેના પ્રેમથી આચાર્યશ્રી હરિભદ્રસૂરિ પાસે આવી દીક્ષા અંગીકાર કરી અને તેમના શિષ્ય બન્યા. તેઓને શ્રી હરિભદ્રસૂરિએ પ્રમાણુશાસ્ત્ર ભણવ્યું. બંને શિષ્યએ એક વખત બૌદ્ધ પ્રમાણુશાસ્ત્ર ભણવાની ઈચ્છા પ્રગટ કરી. હરિભદ્રસૂરિએ કહ્યું કે, “તે અધ્યયન બૌદ્ધ વિદ્યાપીઠમાં જઈને જ કરી શકાય છે.” આચાર્ય હરિભદ્રસૂરિ અષ્ટાંગનિમિત્તશાસ્ત્રના વાણકાર હતા. બૌદ્ધ પ્રમાણશાસ્ત્ર ભણવાની વાતમાં તેમને અનિષ્ટ ઘટનાને આભાસ થયો. તેમણે બંને શિષ્યને એ કાર્ય માટે નિષેધ કર્યો પરંતુ શિષ્ય કાયા નહિ. ગુરુની ના છતાં બંને શ્રમણએ ત્યાંથી પ્રયાણ કર્યું વેશપરિવર્તન કરીને બૌદ્ધ વિદ્યાપીઠમાં પ્રવેશ કર્યો. તેઓ બૌદ્ધ અધ્યાપકે પાસે બૌદ્ધ પ્રમાણશાસ્ત્ર ભણવા લાગ્યા. તેમાં બૌદ્ધાચાર્ય બૌદ્ધદર્શનના મંડન સામે જૈનદર્શનનું ખંડન કરતા ત્યારે ત્યારે આ બંને ભાઈઓ તેમની યુક્તિઓમાં રહેલાં દૂષણ અને જેનદર્શનના શુદ્ધ હેતુઓની ટૂંકી ને જુદા જુદા પત્રમાં કરતા હતા. એક દિવસ એ પત્રો હવામાં ઊડ્યા અને એક બૌદ્ધ સાધુના હાથમાં આવી પડ્યા. તેણે એ પત્રો બૌદ્ધાચાર્યને આપ્યા. બૌદ્ધાચાર્ય એ વાંચીને સમજી ગયા કે, વેશપલટ કરીને કેઈ જેનશ્રમણ અહીં ભણું રહ્યો છે. ગમે તેમ કરીને તેને શોધી કાઢે જોઈએ. તેમણે એક યુક્તિ રચી. એક જિનપ્રતિમા દરવાજાના પગથિયે ગેહવી અને વિદ્યાર્થીઓને આદેશ કર્યો કે, આ પ્રતિમા ઉપર પગ મૂકીને દરેકે આગળ જવું.” બૌદ્ધાચાર્ય જાણતા હતા કે કેઈ જેનશ્રમણ જિનપ્રતિમા પર પગ મૂકશે નહિ. એક પછી એક વિદ્યાર્થી આદેશ મુજબ પ્રતિમા ઉપર પગ મૂકી ચાલ્યા. હંસ અને પરમહંસ માટે ધર્મસંકટ ઊભું થયું. તેઓ બરાબર સમજી ગયા કે, આ યુક્તિ આપણને ઓળખી કાઢવા માટે જ રચાઈ છે. તેઓને હવે ગુરુદેવના નિષેધનું રહસ્ય સમજાયું. તેનું અનિષ્ટ પરિણામ હવે સામે જ ઊભું હતું. પણ થાય શું ? બંનેએ તરત જ નિર્ણય લીધે. એ પ્રમાણે હસે ખડીથી પ્રતિમા પર જઈની રેખા ખેંચી બૌદ્ધ પ્રતિમા બનાવી દીધી ને એક પછી એક તેના પર પગ મૂકીને આગળ વધ્યા. બસ! આ જોતાં જ બૌદ્ધોએ તેમને ઓળખી લીધા. પણ બંને તરત નાસી છૂટ્યા. બૌદ્ધોમાં કેધ ધમધમવા લાગ્યું. તેઓ પાછળ પડ્યા અને રસ્તામાં હંસને પકડી પાડી મારી નાખે. પરમહંસ નાસતે નાસતે હરિભદ્રસૂરિ પાસે પહોંચ્યો. સાથે લીધેલાં પુસ્તક-પત્ર ગુરુના હાથમાં સેંપી, બનેલ બનાવની અને માર્ગમાં બૌદ્ધોએ હંસને મારી નાખ્યાની વાત કહી . પણ અતિ પરિશ્રમ અને આઘાત અસહ્ય લાગવાથી તે જ વખતે તેમને જીવનદીપ બુઝાઈ ગયે.
બંને શિષ્યના અઘટિત કાળધમથી આચાર્ય હરિભદ્રસૂરિને ઘણે આઘાત થયે. તેમણે મહારાજા સુરપાલની અધ્યક્ષતામાં બૌદ્ધો સાથે શાસ્ત્રાર્થ કર્યો. આ શાસ્ત્રાર્થનું પરિણામ અત્યંત ભયાવહ હતું. પરાજય પામનાર વર્ગને તપાવેલા તેલના કુંડમાં પડવાની બૌદ્ધોની આકરી શરત
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org