SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિશિષ્ટ ભાષ્યકાર હતા. ભાષ્યકારોમાં તેમનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. પછીના આચાર્યએ અનેક વિશેષણા આપી તેમને ઉચ્ચ કોટિના ભાષ્યકાર રૂપે મર્યાં છે. આચા શ્રી જિનભદ્રગણિના નવ ગ્રંથા મળે છેઃ ૧. વિશેષાવશ્યક ભાષ્ય, ૨. વિશેષાવશ્યક ભાષ્ય—ટીકા, ( અપૂર્ણ), ૩. બૃહત્સંગ્રહણી, ૪. ગૃહક્ષેત્રસમાસ, ૫. સભાખ્ય વિશેષણુવતી, ૬, નિશીથભાષ્ય, ૭. જીતકલ્પ ભાષ્ય, ૮. અનુયાગદ્વારણ, ૯. ધ્યાનશતક, આ ગ્રંથામાં અનુયાગદ્વારચૂર્ણ ગદ્યાત્મક છે. બાકીની રચનાએ પદ્યાત્મક છે. વિશેષાવશ્યક ભાષ્ય સ્વાપન્નવૃત્તિ સંસ્કૃતમાં છે. બાકીની રચનાએ પ્રાકૃતમાં છે. વિશેષાવશ્યક ભાષ્ય આચાય જિનભદ્રગણિની પ્રાકૃત રચના છે. તેમણે તેના પર સંસ્કૃત ટીકા રચવાના પ્રારંભ કર્યાં હતા. છઠ્ઠા ગણધરના વક્તવ્યની ટીકા રચ્યા બાદ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના સ્વવાસ થઈ ગયા. આથી શ્રી કોટચાચાયે` બાકીની ટીકા ૧૩૭૦૦ શ્લોકપ્રમાણ રચી તે ટીકા પૂર્ણ કરી. આચાર્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને વીરનિર્વાણ સ. ૧૦૧૧ માં જન્મ, સ', ૧૦૨૫માં યુગપ્રધાનપદ અને સ’. ૧૧૧૫ માં, ૧૦૪ વર્ષની વયે સ્વર્ગવાસ થયેા હતેા. --- શાસનપ્રભાવક વ્યાપક મહિમાવંતા ‘ભક્તામર સ્તોત્ર’ તેમ જ ‘નમિઊણુ સ્તોત્ર ”ના કર્તા તથા મયુક્ત સ્તેાત્રાની રચના દ્વારા શ્રી જિનશાસનની વિશિષ્ટ પ્રભાવના અને શ્રીસંધની રક્ષા કરનારા આચાર્ય શ્રી માનતુંગસૂરીશ્વરજી મહારાજ સ્તોત્રકાળ્યેામાં ‘ ભક્તામર સ્તૂત્ર'ની રચના ઉત્તમ છે, ભક્તિરસથી ભરપૂર ઝરણું છે. આ સ્તાત્રના રચયિતા આચાર્ય શ્રી માનતુ ંગસૂરિ છે. આચાર્ય શ્રી માનતુ ગસૂરિએ શ્વેતાંબર મુનિદ્દીક્ષા અને દિગ ંબર મુનિદ્રીક્ષા એમ બંને પ્રકારની દીક્ષા ગ્રહણ કરી હતી. પ્રભાવકચરિત્ર પ્રમાણે શ્વેતાંબર પર પરામાં આચાર્ય માનતુંગસૂરિના ગુરુ શ્રી જિનસિંહસૂરિ અને દિગંબર પર પરામાં તેમના ગુરુ ચારુકીર્તિ હતા. Jain Education International 2010_04 આચાર્ય માનતુ ગસૂરિના જન્મ વારાણસીમાં થયેા હતેા. તે બ્રહ્મક્ષત્રિય શ્રેણી ધનદેવના પુત્ર હતા. તેમની બહેનના સંબંધ વારાણસીનિવાસી શેઠ લક્ષ્મીધર સાથે થયા હતા. લક્ષ્મીધર શેઠ આસ્તિકજનામાં અગ્રેસર હતા. માનતુંગના કુટુબીજના ધાર્મિક સંસ્કારોથી સમ્પન્ન હતા. પિતા ધનદેવ પાસેથી તેમને સારા એવા ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત થયા હતા. જૈન દિગબર મુનિએનું પ્રવચન સાંભળી માનતુ ંગને સંસાર પર વૈરાગ્ય થયે. માતા-પિતાની અનુમતિ લઈ આચાર્યાં ચારુકીર્તિ પાસે દિગંબર મુનિર્દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાજીવનમાં તેમનું નામ મહાકીતિ રાખવામાં આવ્યુ.. મુનિચર્યામાં સજાગ મહાકીતિ એક દિવસ લક્ષ્મીધર શેઠને ઘેર ગાચરીએ ગયા. લક્ષ્મીધર શેઠની પત્ની માનતુંગની બહેન હતી. તે શ્વેતાંબર પરંપરાને માનતી હતી. તેણે મુનિ મહાકીતિ સમક્ષ શ્વેતાંબર મુનિચર્યાનું વર્ણન કર્યુ.. બહેનની પ્રેરણાથી સત્યમાર્ગની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy