SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ શાસનપ્રભાવક જન્મ આપ્યું. પુત્રના ગર્ભ વખતે પ્રતિમાઓ નાગનું સ્વપ્ન જોયું હતું. સ્વપ્નના આધારે તેનું નામ નાગેન્દ્ર રાખવામાં આવ્યું. દિવસો જતાં નાગેન્દ્ર મોટે થવા લાગે. પુત્રજન્મની પહેલાં જ વચનબદ્ધ થવાને કારણે પ્રતિમાએ પિતાના પુત્રને આચાર્ય નાગહસ્તિના ચરણોમાં સમર્પિત કરી દીધો. નાની વયના બાળકની પ્રતિપાલના માટે શ્રી નાગહસ્તિસૂરિએ તેની માતા પ્રતિમા પાસે રાખે. આઠ વર્ષની વયે બાળકને આચાર્ય નાગહિતિએ પિતાના સંરક્ષણમાં લીધે. શ્રી સંગ્રામસિંહસૂરિ આચાર્ય નાગહસ્તિના ગુરુબંધુ હતા. આચાર્ય નાગહસ્તિના આદેશ મુજબ શુભ મુહૂર્ત શ્રી સંગ્રામસિંહસૂરિએ નાગેન્દ્રને દીક્ષા આપી. ત્યાર બાદ મંડન મુનિ પાસે બાળમુનિના અધ્યયનને આરંભ થયે. મુનિ નાગેન્દ્રની બુદ્ધિ શીધ્રગ્રાહી હતી. એક વર્ષમાં તેમણે વ્યાકરણ, ન્યાય, દર્શન અને પ્રમાણ આદિ વિવિધ વિષયનું જ્ઞાન સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યું. એક દિવસ નાગેન્દ્ર મુનિ ગોચરીમાં કાંજી વહેરી લાવી, ઇરિયાવહીપૂર્વક આલોચના કરી, ગુરુને બતાવી. ગુરુએ પૂછ્યુંઆ ક્યાંથી લાવ્યો?” ઉત્તરમાં મુનિ નાગેન્દ્રએ કહ્યું : “સંવં તંત્રછી મદિર્ઘ પુcવંતપંતીu | નવરા૪િ#નિયં, નવવધૂy #guળ છે રિન્ન | ૨૮ | (તાંબાના જેવાં રક્તનેત્રવાળી, પુષ્પસરખાં દાંતની પંક્તિવાળી એવી નવવધૂએ મને કડછી ભરીને આ કાંજીનું પાણી આપ્યું.)” શિષ્યના મુખેથી શૃંગારમય ભાષામાં આ કલેક સાંભળી અને એક રીતે ગોચરીમાં અગ્નિદોષ જાણે ગુરુ કેપિતા થયા. તેઓએ કહ્યું કે, “પાર્જિત સિ ” (અર્થાત્ તું રાગરૂપ અગ્નિથી પ્રદીપ્ત ગોચરીના અગ્નિદોષથી લેપાય છે.) મુનિ નાગેન્દ્ર હાજરજવાબી હતા. ગુરુ દ્વારા ઉચ્ચારાયેલા શબ્દને અર્થાન્તરિત કરી દેવા માટે મુનિ નાગેન્દ્ર નમ્ર બની કહ્યું કે, “ગુરુદેવ! પવિત્તમાં એક માત્રા-કાને વધારી મને પાલિત્ત (અનિદોષથી રહિત અને પાદલેપથી આકાશમાં ઊડનાર) બનાવવાની આપ કૃપા કરે.” માત્રા વધારવાથી શક્તિશૌનું સંસ્કૃત રૂપ પાર્જિત થાય. આ શબ્દથી મુનિ નાગેન્દ્રનું એ કહેવાનું તાત્પર્ય હતું કે–મને આકાશગમનમાં ઉપાયભૂત પાદલેપ વિદ્યાનું દાન કરે, જેથી હું પાદલિપ્ત કહેવાઉં. આમ એક માત્રા વધારવાથી પલિત્ત શબ્દને વિલક્ષણ અર્થ થઈ જાય તેવી મુનિ નાગેન્દ્રની તેજસ્વી બુદ્ધિ જોઈ ગુરુ પ્રસન્ન થયા. તેમણે ગગનગામિની વિદ્યાથી વિભૂષિત પત્તિો મરને શુભ આશીર્વાદ આપ્યું. ત્યારથી મુનિ નાગેન્દ્રનું નામ પાદલિપ્ત પ્રસિદ્ધ થઈ ગયું. દશ વર્ષની વયે ગુરુએ તેમને આચાર્યપદે સ્થાપ્યા. જૈનશાસનની પ્રભાવના માટે ગુરુના આદેશથી આચાર્ય પાદલિપ્તસૂરિ એક વખત મથુરા પધાર્યા. કેટલેક વખત ત્યાં રહી મથુરાથી તેઓ પાટલિપુત્ર પધાર્યા. તે વખતે પાટલિપુત્રમાં મુખંડ રાજા રાજ કરતે હતે. શ્રી પાદલિપ્તસૂરિએ પિતાના અદ્દભુત વિદ્યાબળ અને કાવ્યથી મુરુંડ રાજાને પ્રભાવિત કર્યો. એક વખત મુરુંડ રાજાના મસ્તકમાં ભયંકર પીડા ઉત્પન્ન થઈ છ મહિના સુધી અનેક ઉપચાર કર્યા, પણ કઈ રીતે વેદના શાંત ન થઈ. રાજપરિવારમાં નિરાશા ફેલાઈ. એક દિવસ એક મંત્રીએ રાજાને કહ્યું કે –“નાથ ! આપની વેદનાને સફળ ઉપચાર કદાચ આ પાદલિપ્તસૂરિના મંત્રપ્રગથી થાય.” રાજા મુરુડે તરત જ આચાર્ય પાદલિપ્તને બોલાવવા કહ્યું. મંત્રી આચાર્ય Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy