SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શાસનપ્રભાવક મુનિરાજોને લાગી રહ્યું હતું. દષ્ટિવાદ અંગશાસ્ત્રનું ગ્રહણ ઘણું કઠિન અને દીર્ઘ પણ હતું. આથી મુનિઓની ધીરજ અને સ્વસ્થતા ખૂટવા લાગી. એક એક કરતાં ૪૯ શિક્ષાથી મુનિએ વાચનાને કમ છેડીને ચાલી ગયા. એક માત્ર સ્થૂલિભદ્ર રહ્યા. તેમની ધીરજ ઘણી હતી. તેઓ એકનિષ્ઠાથી અધ્યયનમાં લાગી ગયા હતા. તેમને ક્યારેક એક પદ કે અર્ધ પદ શીખવાનું મળતું તે પણ તેઓ નિરાશ થતા ન હતા. આઠ વર્ષોમાં તેમણે આઠ પૂર્વેનું અધ્યયન કર્યું. આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામીની સાધનાને કાળ લગભગ પૂરું થવા આવ્યો હતો. એ સમયે એક દિવસે આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામીએ પ્રથમ વખત સ્થૂલિભદ્ર મુનિને કહ્યું કે—“વિનેય! તમને માધુકરી પ્રવૃત્તિ અને સ્વાધ્યાયગમાં કોઈ પ્રકારને કલેશ તો નથી થતો ને?” | મુનિ સ્થૂલિભદ્ર વિનમ્ર થઈ કહ્યું કે, “ભગવન્! મને મારી પ્રવૃત્તિમાં કઈ કઠિનતા નથી. હું સંપૂર્ણ સ્વસ્થ મનથી અધ્યયન કરવામાં રત છું. આપશ્રીને એક પ્રશ્ન પૂછું કે મેં આઠ વર્ષમાં કેટલું અધ્યયન કર્યું ને કેટલું અધ્યયન બાકી છે?” આ પ્રશ્નના સમાધાનમાં આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે–“મુનિ ! તમે સરસવ જેટલું ગ્રહણ કર્યું છે અને મેરુ જેટલું જ્ઞાન બાકી છે. તમે દૃષ્ટિવાદના અગાધ જ્ઞાનસાગરમાંથી હજુ સુધી એક બિન્દુમાત્ર જ્ઞાન પ્રાપ્ત કર્યું છે.” આ જાણી મુનિ સ્થૂલિભદ્દે જણાવ્યું કે –“પ્રભુ! હું અગાધ જ્ઞાનની વાત પામી હત્સાહ થયો નથી, પરંતુ મને વાચના અલ્પ માત્રામાં મળી રહી છે, વળી આપના જીવનને સંધ્યાકાળ છે. આટલા અલ્પ સમયમાં હું મેરુ જેટલું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ?” જ્ઞાનાથી સ્થૂલિભદ્રની ચિંતાનું કારણ જાણી આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ આશ્વાસન આપ્યું કે–“મારી સાધના લગભગ પૂરી થવા આવી છે. પછી તને રાત-દિવસ યથેષ્ઠ સમય વાચના માટે આપીશ.” | મુનિ સ્થૂલિભદ્રને અધ્યયન ક્રમ ચાલી રહ્યો હતે. આચાર્ય શ્રી ભદ્રબાહુની મહાપ્રાણધ્યાનની સાધના પૂર્ણ થઈ ત્યાં સુધીમાં બે વસ્તુ સિવાયની દશપૂર્વની વાચના ગ્રહણ કરી લીધી હતી. “તિસ્થાગોલિયપઈન્ના” મુજબ સ્થૂલિભદ્ર દશપૂર્વ પૂર્ણ કર્યા હતાં, અને અગિયારમા પૂર્વનું અધ્યયન ચાલુ હતું. ધ્યાન–સાધનાને કાળ પૂર્ણ થવાથી આચાર્ય ભદ્રબાહુસ્વામી પાટલીપુત્ર પાછા ફર્યા. એકદા યક્ષા આદિ સાધ્વીઓ આચાર્યશ્રી ભદ્રબાહસ્વામીને વંદન કરવા માટે આવ્યાં. મુનિ સ્થૂલિભદ્ર એ સમયે એકાંતમાં ધ્યાનરત હતા. આચાર્યશ્રી ભદ્રબાહુ પાસે પિતાના વડીલ બંધુને ન જેવાથી તેમણે પૂછયું કે, “ગુરુદેવ! અમારા વડીલ બંધુ લિભદ્ર ક્યાં છે?” શ્રી ભદ્રબહુસ્વામીએ સ્થાન-વિશેષ બતાવ્યું. યક્ષા આદિ સાધ્વીઓ ત્યાં પહોંચી. બહેનોનું આગમન જાણ મુનિ યૂલિભદ્ર કુતૂહલવશ પિતાની શક્તિ બતાવવા માટે સિંહનું રૂપ બનાવી બેસી ગયા. સાધ્વીઓ સિંહને જોઈ ભય પામ્યાં. તેઓ આચાર્ય ભદ્રબાહુ પાસે જઈને પ્રકંપિત સ્વરે બેલ્યાં કે, “ગુરુદેવ! આપે જે સ્થાનને સંકેત આપ્યો હતો ત્યાં તે કેસરી સિંહ બેઠે છે. અમને લાગે છે કે અમારા ભાઈને સિંહ ખાઈ ગયે હશે !” શ્રી ભદ્રબાહુસ્વામીએ જ્ઞાનોપગથી સમગ્ર પરિસ્થિતિ જાણીને કહ્યું કે, “તે કેસરી સિંહ નથી, પણ તમારા ભાઈ છે. ફરીથી ત્યાં જાઓ, તમને તમારા ભાઈ મળશે. તેમને વંદન કરજે.” Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy