________________
પુરોવચન
સંપાદક-પ્રકાશકનું નમ્ર નિવેદન
દેવગુરુવંદના :
आदिमं पृथ्वीनार्थ आदिमं निष्परिग्रहम् ।
आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनस्तुमः ।। શ્રી કષભદેવ પરમાત્મા રાજાઓમાં, સાધુઓમાં અને તીર્થકર ભગવતમાં આદિ, અર્થાત્ પ્રથમ થયા. આમ, ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ પરંપરામાં જેન-શ્રમણ સંસ્કૃતિએ જે મહાન યોગદાન આપ્યું છે તેનાથી સમસ્ત માનવજગત નિરંતર બાહ્ય અને આત્યંતર દષ્ટિએ નિરામય થતું રહ્યું છે. આર્યાવર્તની આ ગૌરવવંતી પુનિત પાવન ભૂમિ ઉપર જે જે અગણિત પ્રાતઃસ્મરણીય મહાપુરુષનાં પાવન પગલાં પડ્યાં તે સૌ વંદનીય વિભૂતિઓને, અને સૌપ્રથમ પરમ તારક વિતરાગ પરમાત્માને પંચાંગ પ્રણિપાત કરું છું. મંગલ અને કલ્યાણને કરવાવાળ નવેય પદોને ત્રિવિધ નમસ્કાર હ! જાગૃત સમ્યગ્દષ્ટિ દેવતાઓને વંદન હજો ! શાસનદેવીશ્રી પદ્માવતીજી અને અન્ય સમ્યગ્દષ્ટિ દેવીઓને સ્તવી, ધ્યાન ધરી, તેઓની વિશેષ સહાય ઈચ્છું છું. પ્રબળ પુણ્યપ્રતાપે માનવદેહની પ્રાપ્તિ થાય છે. અનેક પૂર્વસંચિત કર્મો ખપાવી તથા આ જન્મમાં કર્મો બાંધવાથી દૂર રહેવા આ દેવદુર્લભ ભૂમિમાં મળેલા અવતારને આપણે સૌ ભગવાન ઋષભદેવ પ્રભુથી શરૂ થયેલા અને વિશિમાં તીર્થકર ભગવાન શ્રી મહાવીર પ્રભુએ પ્રવર્તાવેલ શ્રી ચતુવિધ સંઘમાં પરમાત્માના પ્રરૂપેલ પંથે પરાક્રમ પૂર્વક પ્રયાણ કર્યું છે એવા શાસનના શણગાર સમા અણગોને પણ વારંવાર વંદના કરું છું. જેન આચાર-વિચારને પાળનારા અને અનુદન કરનારા તેમ જ પ્રેરણા આપનારા આપ સર્વ ઉપકારીઓને પણ વંદના કરું છું. જયવંતુ જૈનશાસન અને તેનાં રૂપરંગ :
સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણમ;
પ્રધાનં સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ્. જેનશાસનનાં સોનેરી પૃષ્ઠ પર નજર કરીએ છીએ ત્યારે એ વાતની પ્રતીતિ અવશ્ય
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org