________________
અરિહંત વંદનાવલી
૮પ
દેવાંગનાઓ પાંચ આજ્ઞા ઈન્દ્રની સન્માનતી, પાંચે બની ધાત્રી દિલે કૃતકૃત્યતા અનુભાવતી; વળી બાળકીડા દેવગણના કુંવરે સંગે થતી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૦
જે બાલ્યવયમાં પ્રૌઢ જ્ઞાને મુગ્ધ કરતા લેકને, સોળે કળા વિજ્ઞાન કેરા સારને અવધારીને; ત્રણ લેકના વિસ્મય સમાં ગુણરૂપયૌવનયુકત જે,
એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૧ મિથુન પરિષહથી રહિત જે નંદતા નિજ ભાવમાં, મિથુન પરિષહ વારવા વિવાહકંકણ ધારતા ને બ્રહ્મચર્ય તણો જગાબે નાદ જેણે વિશ્વમાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ૧૨ મૂછ નથી પામ્યા મનુજના પાંચ ભેદે ભેગમાં, ઉત્કૃષ્ટ જેની રાજનીતિથી પ્રજા સુખચેનમાં; વળી શુદ્ધ અધ્યવસાયથી જે લીન છે નિજ ભાવમાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ૧૩ પામ્યાં સ્વયંસંબુદ્ધપદ જે સહજ વર વિરાગવંત, ને દેવ કાંતિક ઘણું ભક્તિ થકી કરતા નમન; જેને નમી કતાથ બનતાં ચાર ગતિનાં જીવગણ, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૪ “આ પધારે ઈષ્ટ વસ્તુ પામવા નરનારીઓ, એ ઘોષણાથી અપતા સાંવત્સરિક મહાદાનને; ને છેદતા દારિદ્રય સૌનું દાનના મહાક૯૫થી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૫ દીક્ષા તણે અભિષેક જેને જતા ઈંદ્રો મળી, શિબિકા સ્વરૂપ વિમાનમાં વિરાજતા ભગવંતશ્રી; અશોક પુત્રગ તિલક ચંપા વૃક્ષ શેભિત વનમહીં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૬
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org