SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ દીવાલ જેવો છે. તે દરેક સ્પર્શના અનુભવે કહ્યું. તે તમામ તેની વ્યક્તિગત મર્યાદાની અપેક્ષાએ સાચા હતા પરંતુ દૃષ્ટિ-સંપન્ન વ્યક્તિની સર્વગ્રાહી દષ્ટિની અપેક્ષાએ તેમાંનો કોઈ પણ સાચો હતો નહીં. આથી તેમને કોઈને સાચો તો કહી શકાય નહીં પરંતુ તે દરેકની મર્યાદાને લક્ષમાં લઈએ તો તેમાંના કોઈ સંપૂર્ણ જુઠા છે તેમ પણ કહી શકાય નહીં. આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન બાબતના નિર્ણયમાં પણ આજ સિદ્ધાંત લાગુ થાય છે. કોઈ તત્ત્વજ્ઞો આત્મ-બાહ્ય કોઈ ઈશ્વરી શક્તિને સર્વોપરી માને છે, જૈનો કોઈ બાહ્ય શક્તિની સર્વોપરિતાનો ઈન્કાર કરીને શુદ્ધ આત્મ તત્ત્વને જ સર્વોપરી માને છે, સાંખ્યો આત્માને કુટસ્થ અને કર્મોથી અલિપ્ત માને છે, બૌદ્ધો આત્માને અનિત્ય માને છે, ચાર્વાકો આમાંનું કાંઈ જ માનતા નથી – આ તમામ જુદી જુદી અપેક્ષાએ સત્ય છે પરંતુ સંપૂર્ણ અને નિર્ભેળ સત્ય જે સંપૂર્ણ દૃષ્ટિ – સંપન્ન કૈવલ્ય પ્રાપ્ત આત્મા છે તે જ જાણે છે. કારણ કે જે કેવલ જ્ઞાની છે તે સર્વજ્ઞ છે અને જે કેવલ દર્શી પણ છે. આવી સ્થિતિ કર્મના આત્યંતિક ક્ષય વિના પ્રાપ્ત થતી નથી. પરંતુ સામાન્ય સાધક જેણે કૈવલ્યને પ્રાપ્ત નથી કર્યું તેનું જ્ઞાન અને દર્શન અનેક રીતે સીમિત છે અને તેથી વસ્તુ કે સિદ્ધાંત અંગેનો તેનો અભિપ્રાય પણ સીમિત જ રહેવાનો. જીવનની આ વાસ્તવિકતા એક વખત આપણા ધ્યાનમાં આવે તો આપણામાં સહિષ્ણુતાનો વિકાસ થાય છે અને જીવનની વિષમતાઓ તેમજ વિપરિતતાઓને સમભાવે સ્વીકારવાની શક્તિ પણ વિકસે છે. આ રીતે સ્યાદ્વાદ યથાર્થ રીતે સમજવામાં આવે તો વિચાર અને ચિંતનના ક્ષેત્રે પણ અહિંસાનો જન્મ થાય છે, કારણ કે વિરૂદ્ધ મતવાદીઓનું દૃષ્ટિબિંદુ પણ અમુક સંજોગોની અપેક્ષાએ કેટલે અંશે સ્વીકૃત છે તે જાણી શકાય છે. સ્યાદ્વાદના આ સિદ્ધાંત જૈન વિચારસરણીને એક અનોખી સહિષ્ણુતા બક્ષી છે. જે વિવિધ વિચારસરણીઓમાંથી સત્યાંશને શોધી તેને તેના પરિપ્રેક્ષ્યમાં સમજવાનો પ્રયત્ન કરવાનું તે શીખવે છે જેના પરિણામે મનુષ્યના વિચારપ્રવાહમાં એક અનોખા પ્રકારની લચક આવે છે. પરંતુ દુર્ભાગ્યની વાત તો એ છે કે ઘણા જૈન દર્શનની રૂપરેખા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004590
Book TitleJain Darshanni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year1999
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy