________________
(૨૩૯) શ્રી નાકોડાજી તીર્થ (રાજ.) સરનામું: શ્રી જૈન શ્વેતાંબર નાકોડા પાર્શ્વનાથ તીર્થ ટ્રસ્ટ, પોઃ મેવાનગર-૩૪૪૦૨૫,સ્ટેશન : બાલોતરા,જિ.બાડમેર,
ફોન નં. ૦૨૯૮૮-૨૪૦૭૬૨/૨૪૦૦૦૫ વિશેષ વિગતઃ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલા પહાડોની વચ્ચે આ તીર્થ ખૂબ દેદિપ્યમાન લાગે છે. આ તીર્થના અધિષ્ઠાયક દેવશ્રી ભૈરવજી મહારાજ સાક્ષાત છે. અહીંથી નજીજું રેલ્વે સ્ટેશન બાલોતરા ૧૩ કિ.મી. દૂર છે. આ તીર્થમાં કુલ આઠ જેટલી જેના ધર્મ શાળા આવેલી છે. અહીંથી બાડમેર–૧૧૦ કિ.મી., માંડવલા-૮૫ કિ.મી. ધર્મશાળા-ભોજનશાળા છે.
(૨૪૦) શ્રી જેસલમેર તીર્થ (રાજ.) સરનામું: શ્રી જેસલમેર–લોદ્રપુર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર ટ્રસ્ટ, જેન ભવન પોઃ જેસલમેર-૩૮૫૦૦૧ (રાજ.)
ફોન.નં.૦૨૬૯૨-૨૫૨૪૦૪ વિશેષ વિગત જેસલમેર તીર્થ જેનો માટેનું એક ગૌરવવંતુ તીર્થ છે. આ તીર્થમાં પ્રાચીન ગ્રંથોનું બહુમૂલ્ય ખજાનો સંગ્રહાયેલો છે.રાવળ જેસલજીના નામ પરથી આ તીર્થનું નામ જેસલમેર પડ્યું. અહીંનું જિનાલય અદ્ભૂત-અદ્ભૂત અને અદ્ભૂત શિલ્પક્લા યુક્ત છે. અહીંથી અમરસાગર–પકિ.મી., લોઢવા-૧૫ કિ.મી. અને બ્રહ્મસર૧૫ કિ.મી. દૂર છે.ધર્મશાળા – ભોજનશાળા છે.
૧૧૦૩ = Jain Education International 2500 Porrate & Personal Use Only www.jainelibrary.org