________________
(૨૩૭) શ્રી સાંચોર તીર્થ (રાજ.) સરનામું: શ્રી જેન શ્વેતાંબર મૂર્તિપુજક સંઘની પેઢી, સદર બજાર, પો સાંચોર-૩૪૩૦૪૧, જિ. જાલોર
ફોન નં. ૦૨૯૭૯-૨૨૨૦૨૮ વિશેષ વિગતઃ પ્રભુ મહાવીરના સમયનું સાંચોર તીર્થ કહેવાય છે. જેનું નામ સત્યપુર કહેવાય છે. જગ ચિન્તામણી સ્તોત્રમાં આ તીર્થનું વર્ણન છે. ગુજરાતના રાધનપુર-ભાભર થઈને બાડમેર થઇને વચમાં સાંચોર તીર્થ આવે છે. અહીંથી રાણીવાડા સ્ટેશન–૪૮ કિ.મી. દૂર છે.
ધર્મશાળા-ભોજનશાળા છે. (૨૩૮) શ્રી ભીનમાલ તીર્થ (રાજ.) સરનામુંઃ શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તપગચ્છીય ટ્રસ્ટ, હાથીઓની પોળ, પોઃ ભીનમાલ-૩૪૩૦૨૯, જિ.ઝાલોર
ફોન.નં.: ૦૨૯૬૯-૨૨૧૧૯૦ વિશેષ વિગત પ્રભુ મહાવીર સ્વામી એક સમયે અહીં વિચર્યા હતા તેમ કહેવાય છે. મંત્રીશ્રી વિમળશાના પૂર્વજો પણ અહીંના હતા.અહીંથી જાલોર-૭૦ કિ.મી.,આહાર-૯૦ કિ.મી. તથા ભીલડીચા-૧૩૦ કિ.મી. દૂર છે. અહીંથી માંડોલી-૩૦ કિ.મી. દૂર છે. જાલોર,શિરોહી, જોધપૂર વિગેરે શહેરોથી અહીં આવવા માટે સાધન મળે છે.ધર્મશાળા- ભોજનશાળા છે.
૧૦૨ Jain Education International 2500 Porate & Personal Use Only www.jainelibrary.org