________________
(૨૩૫) શ્રી સેવાડી તીર્થ (રાજ.) સરનામું: શ્રી જૈન શ્વેતામ્બર દેવસ્થાન પેઢી, પોઃ સેવાડી-૩૦૬૭૦૭, જિ. પાલી (રાજ.) ફોન .નં.: ૦૨૯૩૮-૨૪૮૧૨૨ વિશેષ વિગતઃ રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલું આ તીર્થ (જિનાલય) સેવાડી ગામના બજારમાં આવેલું છે. આ બાવન જિનાલયમાં પ્રતિમા ખૂબ જ પ્રાચીન અને પ્રભાવશાળી છે. અહીંથી નજીકનું શહેર બાલી-૧૧ કિ.મી.દૂર છે. તથા ફાલના-૧૬ કિ.મી. દૂર છે.
ધર્મશાળા-ભોજનશાળા છે.
(૨૩૬) શ્રી આહોર તીર્થ (રાજ.)
-
સરનામું: શ્રી શાંતિનાથ ભગવાન જૈન શ્વે. મંદિર, જૈન મંદિર જૈન દેરાસર શેરી, પો: આહોર- ૩૦૭૦૨૯, જિ. ઝાલોર ફોન નં :૦૨૯૭૮-૨૨૦૪૦૯/૨૨૨૪૧૧(પેઢી) વિશેષ વિગત-રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં આવેલું આ તીર્થ ખૂબ જ પ્રાચીન અને પ્રભાવન શાળી છે. શ્રી શાંતિનાથ ભગવાનનું બાવન જિનાલય ખૂબ જ અદ્ભુત અને દેદિપ્યમાન છે.આ સિવાય ગામમાં બીજા આઠ જિનાલયો છે. અહીંથી ઝાલોર-૨૦કિ.મી.,ઉમેદપુર-૧૫ કિ.મી. તથા તખતગઢ૧૦કિ.મી. દૂર છે. ધર્મશાળા- ભોજનશાળા છે.
૧૦૧
Jain Education International 2560 Bate & Personal Use Only www.jainelibrary.org