________________
८८
(૨૦૯) શ્રી વિરવાડા તીર્થ (રાજ.)
સરનામું: શ્રી વિમલનાથ ભગવાન જૈન પેઢી, પોઃવીરવાડા-૩૦૭૦૨૨, તહસીલ પિંડવાડા, જિ.સિરોહી, ફોન નં.: ૦૨૯૭૧-૨૩૭૧૩૮
વિશેષ વિગત : પ્રભુ મહાવીરનું સાધના સ્થળ હોવાથી વીરવાડા નામ પ્રસિદ્ધ થયું છે.અહીં નજીકનું રેલ્વે સ્ટેશન સિરોહી-૧૦ કિ.મી.ના અંતરે આવેલું છે. આ તીર્થ ૮૦૦ વર્ષ પ્રાચીન છે. વીરવાડા ગામની બહાર પહાડોની છાયામાં આ મંદિરનું દ્રશ્ય અતિ સુંદર લાગે છે. રહેવાની સગવડ મળશે.
(૨૧૦) શ્રી બામણવાડાજી તીર્થ (રાજ.) સરનામું: શ્રી ક્લ્યાણજી પરમાનંદજી પેઢી- જૈનતીર્થ બામણવાડાજી, પોઃ વીરવાડા-૩૦૭૦૨૨, જિ.સિરોહી, ફોન .નં.: ૦૨૯૦૧-૨૩૭૨૭૦
વિશેષ વિગત : પ્રભુ મહાવીર સ્વામીને કાનમાં ખીલા લગાવવાનો ઉપસર્ગ અહીં થયો હોવાનું વ્હેવાય છે. અહીં પહાડ ઉપર સમેતશિખરની રચના ખૂબ જ સુંદર છે. નજીકનું રેલ્વે સ્ટેશન સિરોહી અહીંથી-૭ કિ.મી. દૂર આવેલું છે. સિરોહી હાઇવે પર આ તીર્થ આવેલું છે.
ધર્મશાળા-ભોજનશાળાની સગવડ છે.
Jain Education International 2560 Bate & Personal Use Only
www.jainelibrary.org