________________
૧૮૭)F
(૨૦૭) શ્રી નિંબજ તીર્થ (રાજ.). સરનામું:- શ્રી નિંબજ શ્રે. મૂ. પૂ. જૈન સંઘ, મુ.પો: નિંબજ, જિ. સિરોહી (રાજ.)
ફોન નં. ૦૨૮૭૫-૨૨૭૭૨૧ વિશેષ વિગતઃ શ્રી જીરાવાલાજી તીર્થની નજીક દાંતરાઈ– જશવંતપુરા રોડ પર ૧૩ કિ.મી. દૂર આ નાનકડું તીર્થ આવેલું છે. અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન આબુરોડ-૬પ કિ.મી.દૂર છે. રોડ માર્ગે રેવદરથી જીરાવાલા-દાંતરાઇ થઇને જવાય છે. વિશેષ સગવડ માટે નજીકમાં આવેલ શ્રી જીરાવાલાજી તીર્થમાં રોકાવું વધુ અનુકૂળ રહે છે. અત્રે ધર્મશાળા છે.
(૨૦૮) શ્રી વરમાણ તીર્થ (રાજ.) સરનામઃ શ્રી વર્ધમાન જૈન તીર્થ,વરમાણ,પોઃ વરમાણ૩૦૭૫૧૪, વાયા રેવદર, જિ. સિરોહી (રાજ.)
ફોન . ૦૨૮૭૫-૨૬૪૦૩૨ વિશેષ વિગતઃ સિરોહી જિલ્લામાં વરમાણ ગામની છેડે નાની ટેરી પર આ તીર્થ આવેલું છે. નજીકમાં રેવદર ગામ તેમજ જીરાવલા ૫ કિ.મી. દૂર છે. આબુરોડ-રેવદર–મંડાર સડક માર્ગમાં વચ્ચે આ તીર્થ આવેલું છે. અહીંનું સૂર્ય મંદિર ભારતના સુપ્રસિદ્ધસુર્ય મંદિરોમાંનું એક છે.આબુરોડ રેલ્વે સ્ટેશન અહીંથી ૪૫ કિ.મી.ના અંતરે આવેલું છે.ધર્મશાળા-ભોજનશાળા છે.
Jain Education International 2500 Porrate & Personal Use Only
www.jainelibrary.org