________________
૧૮૩E (રાજસ્થાન)શિરોહી જિલ્લામાં આવેલા તીર્થોના ફોન નંબર અને સરનામા (૧૯૯) શ્રી આબ-દેલવાડા તીર્થ સરનામું શેઠ શ્રી કલ્યાણજી પરમાનંદજી પેઢી, દેલવાડા જેન મંદિર, પો માઉન્ટ આબુ-૩૦૭૬૦૧,જિ.સિરોહી
ફોન નં.: ૦૨૬૭૪-૨૩૮૪૨૪/૨૩૭૩૨૪ વિશેષ વિગત ઃ અહીંથી આબુ રોડ ૨૭ કિ.મી દૂર છે. આશરે ૧૩૦૦ વર્ષ પહેલાં ગુર્જર દેશના રાજા લુણિંગના મહામંત્રી વિમળશા અને આશરે ૧૦૦૦ વર્ષ પહેલાં રાજા વિરધવળના મંત્રી વસ્તુપાળ તથા તેજપાળે માતા અંબિકા દેવીની સહાયથી તેમજ તેજપાળની પત્ની અનુપમાદેવીની પ્રેરણાથી આ જિનાલયો બંધાવેલ છે. દુનિયાભરની અંદર માઉન્ટ આબુ શિલ્પ ક્લાની દ્રષ્ટિએ અત્યંત પ્રસિદ્ધ બની ચૂક્યું છે. આ મંદિરની પ્રદક્ષિણામાં કુલ ૫૨ દેરીઓ છે. અહીંથી અચલગઢ તીર્થ ૧૦ કિ.મી. દૂર છે. અહીં તમામ સગવડતા યુક્ત ૨૮ બ્લોક ધરાવતી ધર્મશાળા છે. તથા ભોજનશાળાની સગવડ છે.દંતાણી પ૦ કિ.મી., બામણવાડા-૭૦ કિ.મી. નાંદીચા-૬૨ અને (દિયાણા-૬૦ કિ.મી. દૂર છે.
Jain Education International 2500 POBate & Personal Use Only
www.jainelibrary.org