________________
૨. સ્વરમંડલ ગેયના આકાર ત્રણ છે અને તે આ પ્રમાણે – - પ્રથમ મંદથી શરૂ કરે અને મધ્યમાં કમશઃ વધારે અને અંતે પાછો ઓછો કરે એમ ત્રણ આકાર બને છે.
ગેયના છ દેષ, આઠ ગુણ, ત્રણ વૃત્ત અને બે ભણિતિઓ – આ જે સમ્ય પ્રકારે જાણતા હોય તે સુશિક્ષિત રંગ મધ્યે ગાય. હે ગાયક! આ છે દોષ આવે તે રીતે ન ગાજે –
૧. ભયાકુલ થઈ ગાવું ૨. ઉતાવળા થઈ ગાવું, ૩. ટૂંકાવીને ગાવું ૪. તાલબદ્ધ ન ગાવું; ૫. કાકસ્વર કાઢી ગાવું; ૬. સાનુનાસિક વહેંચ્ચાર કરી ગાવું. ગેયના ગુણ આઠ છે –
૧. પૂર્ણ, ૨. રક્ત; ૩. અલંકૃત; ૪. વ્યક્ત; ૫. અવિસ્વર; ૬. મધુર; ૭. સમ; ૮. સુકુમાર. વળી આ પણ ગુણે છે –
૧. ઉરવિશુદ્ધ, કંઠવિશુદ્ધ અને શિરાવિશુદ્ધ – જે ગવાય;
૨. મૃદુ અને ઘૂંટી શકાય તેવાં પદે વાળ ૩. તાલબદ્ધ અને પ્રતિક્ષેપબદ્ધ.
૪. સાત સ્વરથી સમ. વળી આ પણ ગુણે છે –
૧. નિર્દોષ, ૨. સાયુક્ત; ૩. હેતુયુક્ત; ૪. અલંકૃત; ૫. ઉપસંહાયુક્ત; ૬. સોલ્ગાસ; ૭. મિત; ૮. મધુર. ત્રણ વૃત્ત આ છે –
૧. સમ; ૨. અર્ધસમ; ૩. સર્વત્ર વિષમ.
સ્થા-૫૬
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org