________________
૯૪૦
સ્થાનાંગ સમવાયાંમઃ ૬ (૪) પિતાની પ્રશંસા તો વગર પૂછથે પણ કરવા મંડી જાય – તો પૂછવામાં આવે તો શું શું ન કહે . સપુરુષનાં લક્ષણ આથી ઊલટાં છે –
(૧) બીજાના દોષને પૂછવા છતાં પ્રકટ ન કરે. (૨) બીજની પ્રશંસા વગર પૂછયે પણ કરે. (૩) પોતાના દેષને વગર પૂછ પણ કહી આપે. (૪) પોતાની પ્રશંસા તો પૂછવા છતાં પણ ન કરે.
બીજ એક પ્રસંગે નિંદા-પ્રશંસાનો વિષય લઈને જ આ પ્રમાણે ચતુર્ભાગી ગઠવી છે.
(૧) કોઈ એવો હોય છે જે નિંદ્ય પુરુષની યોગ્ય કાળે નિંદા કરે છે પણ પ્રશંસા યોગ્યની પ્રશંસા નથી કરતો.
(૨) કેાઈ એ હોય છે જે પ્રશંસા યોગ્યની યોગ્ય કાળે પ્રશંસા તો કરે છે પણ નિંદ્યની નિંદા નથી કરતો.
(૩) કેાઈ એ હોય છે નિંદા કે પ્રશંસા કાંઈ કરતો નથી.
(૪) કોઈ એવો હોય છે જે નિંદ્યની નિંદા અને પ્રશંસાગ્યની પ્રશંસા પણ યોગ્ય કાળે કરે છે.
આ ચારમાં શ્રેષ્ઠ કોણ એવા પ્રશ્નના જવાબમાં પાટિલ પરિવ્રાજક કહ્યું કે ત્રીજા નંબરને ઉપેક્ષાશીલ મનુષ્ય જ ચારેમાં શ્રેષ્ઠ ગણો જોઈએ. પણ ભગવાન બુદ્ધે તેની એ વાત માન્ય ન રાખી અને કહ્યું કે ચોથા નંબરને મનુષ્ય – શ્રેષ્ઠ છે કારણ તે કાલજ્ઞ છે – અર્થાત કેયે વખતે શું કરવું અને શું ન કરવું તે તે જાણે છે. અંગુત્તર ૪.૧૦૦. આને મળતો વિષચ પુગ્ગલ૦માં પણ છે – ૪. ૧૫, ૧૬, ૧૭.
૨. બૌદ્ધ પરંપરા સાથે સરખામણી -- સરખા પુગલપ્રજ્ઞપ્તિ (૪,૧) – (૧) અસત્ પુરુષ કેણુ? જે પોતે હિંસક હોય, જૂઠો હોય, ચોર હોય, વ્યસની હોય અને વ્યભિચારી હોય.
(૨) અસપુરુષતર કેણ? જે પોતે પણ ઉપર્યુક્ત દુર્ગણવાળે હોય અને બીજાને પણ એ દુર્ગુણેના રસિયા બનાવે છે.
. (૩) સપુરુષ કોણ? જે તે અહિંસક હોય, સાચે હોય, ચોરી કરનાર ન હોય, નિર્વ્યસની હોય અને બ્રહ્મચારી હોય.
(૪) સપુરુષતર કોણ? જે પોતે સગુણ તો હોય પણ બીજાને પણ સગુણ બનાવવામાં પ્રયત્નશીલ હોય.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org