________________
સ્થાનાંગસમવાયાંગઃ ૧ કોધ ચાર પ્રકાર છે.
૧. પર્વતરાજિ- રેખા જે; ૨. પૃથ્વીરાજિ જે ૩. વાલુકારાજિ જે, ૪. ઉદકરાજિ જે
પર્વતરાજ જેવા ક્રોધમાં હોય અને જે જીવ મૃત્યુ પામે, તો નરકમાં જાય.
પૃથ્વીરાજિ જેવા કોધમાં હોય અને મૃત્યુ પામે, તો તિર્યંચગતિમાં જાય.
વાસ્તુકારાજિ જેવા કોધમાં હોય અને મૃત્યુ પામે, તે મનુષ્યમાં ઉત્પન્ન થાય.
અને ઉદકરાજિ જેવા ક્રોધમાં હોય અને જે જીવ મૃત્યુ પામે, તે દેવલોકમાં ઉત્પન્ન થાય.
|–સ્થા૩૧૧] માન ચાર પ્રકારનું છે
૧. શલસ્તમ્ભ જેવું ૨. અસ્થિસ્તમ્ભ જેવું ૩. દારુસ્તમ્ભ જેવું; ૪. તિનિશિલતાસ્તબ્બર જેવું.
શૈલસ્તમ્ભ જેવું માન હોય અને જીવ મૃત્યુ પામે, તો નરકમાં જાય; તથા અસ્થિસ્તમ્ભ જેવું, દારુસ્તમ્ભ જેવું, અને તિનિશસ્તમ્ભ જેવું માન મૃત્યુ વખતે હોય, તે ક્રમશઃ જીવ તિયચ, મનુષ્ય અને દેવમાં જાય.
-સ્થા. ર૩] ૧. બૌદ્ધગ્રંથ અંગુત્તરમાં (૩. ૧૩૦) પણ મનુષ્યના ક્રોધને પાષાણરેખા, પૃથ્વીરેખા, અને ઉદયરેખાની ઉપમા આપી છે, અને તે પ્રમાણે મનુષ્યના ત્રણ ભેદ પાડયા છે. પથ્થરની રેખા જેમ અનેક વાયુ વાવા છતાં કે ઉપર થઈને ઘણું પાણી વહેવા છતાં લાંબા કાળ સુધી જેવી ને તેવી રહે છે, તેમ જેને ક્રોધ લાંબાકાળ સુધી ટકી રહે, તે પાષાણરેખેપમપુરુષ કહેવાય. એ પ્રમાણે જ બીજા બે ભેદનું પણ સમજવું. વળી આ ક્રોધના પ્રકારને આશીવિશ્વના દૃષ્ટાન્તથી પણ ત્યાં (૪, ૧૧૦) સમજાવ્યા છે. .
૨. તિનિશ એ લતાવિશેષ છે. એ અત્યંત મૃદુ હોય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org