________________
૫. બળદેવ-વાસુદેવ અને પ્રતિવાસુદેવ ૧પ ઉજજવલ શુક્લ વિમલ કૌસ્તુભમણિ હોય છે; કાનમાં કુંડલ હોય છે તેથી સુખ શોભી રહે છે, તેમની આંખે કમલ જેવી છે તેમની છાતીમાં એકાવલી હાર લટકી રહ્યો હોય છે, તેમને શ્રીવત્સનું લાંછન છે. સર્વ વાતુમાં સંભવે તેવાં પંચરંગી સુગંધી સુંદર ફૂલની માળા તેમના ગળામાં શોભે છે. તેમના અંગે પાંગમાં ૮૦૦ પ્રશસ્ત ચિહ્ન શોભે છે. મદમત્ત શ્રેષ્ઠ ગજેન્દ્ર જેમ લલિતગતિ તેઓ હોય છે. કચ પક્ષીના મધુર અને ગંભીર શારદ સ્વર જેવો તેમને નિનાદ છે. બળદેવો નીલ અને વાસુદેવ પીત વસ્ત્રો પહેરે છે. તેઓ તેજસ્વી, નરસિંહ, નરપતિ, નરેન્દ્ર છે. તેઓ નરવૃષભ છે અને દેવરાજ ઇન્દ્ર જેવા છે. રાજલક્ષ્મીથી શોભિત એઓ રામ અને કેશવ બને ભાઈઓ હોય છે.
એ નવ વાસુદેવમાંથી એક સાતમા નરકમાં, પાંચ છઠ્ઠીમાં, એક પાંચમામાં, એક ચોથામાં અને એક કૃષ્ણ ત્રીજા નરકમાં ગયા છે.
બળદેવે નિદાન કરતા નથી. બધા વાસુદેવે નિદાન કરે છે. રામ (બળદેવ) ઊર્ધ્વગામી અને કેશવ (વાસુદેવો) અધોગામી હોય છે
આઠ રામ મુક્તિમાં ગયા અને એક બ્રહ્મલોકમાં ગયા છે. તે એકને હજી ગર્ભમાં રહેવું પડશે અને પછી તે સિદ્ધ થશે.
કીર્તિપુરુષ વાસુદેવોના પ્રતિશત્રુ તેમની સાથે ચકયુદ્ધ કરે છે અને છેવટે સ્વચકથી જ હણાઈ જાય છે.
– સમ૦ ૧૫૮;-સ્થા ૬૭૨] ૧. આવ. નિ. ગાર ૪૧૩.
છ ૪૫. 3. »
૪૧૪.
૨.
,,
ભાગ્ય ગ૦ ૪૩,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org