________________
૭૫૪
સ્થાનાંગસમવાયગઃ ૪ ૭. અગ્નિશિખ જયંતી શેષમતી પ્રલાદ ૮. દશરથ અપરાજિતા કૈકેયી રાવણ ૯. વસુદેવ રહિણી દેવકી જરાસંધ
1-સમય ૧૫૮; –સ્થા૦ ૬૭૨] આ બળદેવ-વાસુદેવ દશારવંશના મંડન જેવા છે. તેઓ ઉત્તમ છે, મધ્યમ છે, પ્રધાન છે. વળી તેઓ ઓજસ્વી, તેજસ્વી, બલશાલી, અને સુશોભિત શરીરવાળા છે. તેઓ કાંત, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન, સુરૂપ, અને સુખશીલ છે. તેમની પાસે સૌ કોઈ સુખે પહોંચી શકે છે. બધા લકે તેમનાં દર્શન ઝંખે છે. તેઓ મહાબળી છે. તેઓ અપ્રતિહત અને અપરાજિત છે. શત્રુને મર્દન કરનાર છે. હજારો શત્રુનું પણ માન ગાળી નાખે તેવા છે. દયાળુ, અમત્સરી, અચપલ અને અચંડ છે. મૃદુ, મંજુલ અને હસીને વાતચીત કરનાર છે. તેમની વાણી ગંભીર, મધુર અને સત્ય હોય છે. તેઓ વત્સલ છે, શરણાગ્ય છે. તેમનું શરીર લક્ષણ અને ચિહનયુક્ત સર્વાંગસુંદર છે. તે ચંદ્રની જેમ શીતળ છે, અનલસ છે. પ્રકાંડ દંડનીતિવાળા છે, ગંભીરદર્શનવાળા છે. બળદેવ તાલધ્વજ અને વાસુદેવ ગરુડધ્વજ છે. તેઓ મહાધનુષ્યને ટંકાર કરનાર છે. મહાન બલના સમુદ્ર જેવા છે. રણાંગણમાં દુર્ધર ધનુધરે છે. તેઓ ધીર પુરુષો છે અને યુદ્ધમાં કીતિ મેળવનારા છે. મહાન કુલમાં પેદા થયેલા છે. વજન પણ ટુકડા કરી નાખે તેવા બળવાન છે. તેઓ અધ ભરતના અધિપતિ હોય છે. તેઓ સૌમ્ય છે; રાજવંશના તિલક સમાન છે, અજિત છે, અજિતરથ છે. બળદેવ હાથમાં હળ રાખે છે. વાસુદેવ ધનુષ રાખે છે; વળી વાસુદેવ શંખ ચક્ર, ગદા, શક્તિ અને નંદક ધારણ કરે છે, તેમના મુકુટમાં શ્રેષ્ઠ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org