________________
સ્થાનાં સમવાયાંગ: ૧ (૨) ભક્તકથાના ચાર ભેદ છે –
૧. ભક્તસંબંધી આવા કથા (અર્થાત્ જમણમાં આટલું શાક અને આટલું ઘી વય એવી વાતો કરવી તે).
૨. ભક્ત સંબંધી નિવપકથા (અર્થાત્ જમણમાં આટલાં પકવાન્ન અને આટલું અપકવાન્ન વધુ એવી વાતો કરવી તે).
૩. ભક્ત સંબંધી આરંભકથા (અમુક ભજનમાં આટલાં તેતર જોઈએ આવી વાત કરવી તે).
૪. ભક્ત સંબંધી નિષ્ઠાન કથા (આ જમણમાં આટલું ધન ખર્ચાયું એવી વાતો કરવી તે).
(૩) દેશકથા ચાર પ્રકારની છે – ૧. દેશવિધિકથા – રીતભાતની વાત, ૨. દેશવિકલપ કથા – ધાન્ય વગેરેની કથા, ૩. દેશછંદ કથા – સામાજિક રીતરિવાજની કથા, ૪. દેશનેપથ્યકથા – વસ્ત્રાભૂષણની કથા. (૪) રાજકથા ચાર પ્રકારની છે –
૧. રાજાના નગરપ્રવેશની કથા, ૨. રાજાના નિગમનની કથા, ૩. રાજાના સિન્યની કથા, ૪. રાજાની તિજોરી તથા ભંડારની કથા.
[-સ્થા. ર૮૨ ] વિકથા સાત પ્રકારની છે –
૧. સ્ત્રીકથા, ૨. ભક્તકથા, ૩. દેશકથા, ૪. રાજકથા, ૫. મૃદુકારુણિક કથા – હૃદયને કેમળ અને કરુણાળુ કરે
૧. બૌદ્ધગ્રંથ અંગુત્તરમાં વિકથાને તિરસ્કાન કથા નામે ઓળખાવી છે અને તેના અનેક ભેદ બતાવ્યા છે. જેમ કે -- રાજકથા, ચરકથા, મહામાત્યકથા, સેનાકથા, ભયકથા, યુદ્ધકથા, અન્નકથા, પાનકથા, વસ્ત્રકથા, શયનકથા, માલાકથા, ગંધકથા, જ્ઞાતિકથા, ચાનકથા, ગામકથા, નિગમકથા, નગરકથા, જનપદકથા, સ્ત્રી કથા, ઇત્યાદિ. – અંગુર ૧૦,૬૯.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org