________________
ટિપણું
૧. તીર્થક વિષેની બૌદ્ધ માન્યતા -
અંગુત્તરમાં ભૂતકાળમાં સાત વીતરાગ એવા તીર્થંકર થઈ ગયા છે એમ કહી તેમનાં નામ ભગવાન બુદ્ધ ગણાવ્યાં છે. આ સાતે માટે જેમણે બહુમાન પ્રદર્શિત કર્યું તેઓ દેવલોકમાં ગયા અને જેમણે તેમની નિન્દા કરી તેઓએ બહુ અપુણ્ય ઉપાજિત કર્યું છે, એમ પણ ત્યાં જણાવ્યું છે. આ ઉપરથી જણાય છે કે, બૌદ્ધો પણ ભગવાન બુદ્ધને જ પ્રથમ તીર્થંકર નથી ગણતા; તેમની પહેલા પણ સાત તીર્થંકર થઈ ગયા એમ તેઓ માને છે. તેઓનાં નામ આ પ્રમાણે છે:–૧. સુનેર, ૨, મુગપકખ, ૩. અરનેમિ, ૪. મુદ્દાલ, ૫. હથિપાલ, ૬. જોતિપાલ, ૭. અરક. – અંગુત્તર ૭. ૬૯
અંગુત્તર (૭. ૭૦)માં અરક તીર્થકરના ઉપદેશને નમૂનો આ છે. જૈનશાસ્ત્રમાં પ્રસિદ્ધ “સમયે નોમ પૂમથ” વાળા અધ્યયનમાં જીવનની ક્ષણિકતા બતાવવાને જે ઉપમાઓનો ઉપયોગ થયે છે, તેવી જ ઉપમા વાપરીને મનુષ્યને સચ્ચરિતમાં વાળવાની કોશીશ અરકે પણ કરી છે.
અરકના સમયની સ્થિતિ વિષે વર્ણન કરતાં બુદ્ધભગવાન કહે છે કે, અરક તીર્થકરના સમયમાં ૬૦ હજાર વર્ષ નું મનુષ્યનું આયુ હતું. પ૦૦ વર્ષની કુમારી પરણાવવા યોગ્ય ગણાતી. એ સમયમાં મનુષ્યને બાધા છ જાતની જ હતી: શીત, ઉષ્ણ, ભૂખ, તરસ, પેશાબ કરવો પડે છે, અને મત્સર્ગ કરવો પડે તે. --આ સિવાય રેગ જેવું કશું હતું જ નહિ. આટલી થોડી પીડા અને આટલું લાંબુ આયુ છતાં અરકે ઉપદેશ આપ્યો કે મનુષ્યનું આયુ બહુ ટૂંકું છે તેમાં વળી અનેક પ્રકારનાં દુઃખ છે – ઇત્યાદિ.
આ વર્ણન જૈન તીર્થંકર અરનાથના સમયને લાગુ પાડી શકાય કે નહિ, એ એક પ્રશ્ન છે. જૈન શાસ્ત્ર પ્રમાણે તેમનું આયુ ૮૪ હજાર વર્ષ છે અને તેમના પછીના મલ્લિનું આયુ ૫૫ હજાર વર્ષ છે. એટલે પૌરાણિક રીતે ગણીએ તો આ સમય અર અને મલ્લિની વચ્ચેનો કહેવો જોઈએ. કારણ, અરકના સમયમાં આયુ ૬૦ હજાર વર્ષ બતાવ્યું છે. છતાં આ ફેરને બાદ કરીએ તે પણ જૈન બુદ્ધ ઉભયના વર્ણન પરથી એટલું તો તારવી
૭૩૩
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org