________________
૧. સામાન્ય બાબતે
૬૮૫ ૨૭. જ્યાં જ્યાં અહેતું વિચરે ત્યાં ત્યાં ઈતિ–ઉપદ્રવને ભય ન રહે; ૨૮. મારી ભય ન રહે; ૨૯. સ્વચક્રનો ભય ન રહે; ૩૦. પરચકનો ભય ન રહે; ૩૧. અતિવૃષ્ટિ ન થાય; ૩૨. અનાવૃષ્ટિ ન થાય; ૩૩. દુભિક્ષ ન રહે, ૩૪. પ્રથમના રોગ પણ શમી જાય.'
1-સમર ૩૪] ૪તીર્થકરેને ઉપદેશ ભારત અને ઐરવતવર્ષમાં પ્રથમ અને અંતિમ તીર્થકર સિવાયના વચલા બાવીસ તીર્થંકર ચાતુર્યામ ધર્મનો ઉપદેશ આપે છે. તે ચાતુર્યામ આ પ્રમાણે –
૧. સર્વ પ્રાણાતિપાતથી વિરમણ; ૨. સર્વ મૃષાવાદથી વિરમણ ૩. સર્વ અદત્તાદાનથી વિરમણ; ૪. સર્વ પરિગ્રહથી વિરમણ.
મહાવિદેહમાં બધા તીર્થકર આ ચાતુર્યામ ધર્મને જ ઉપદેશ કરે છે.
[ –સ્થા૨૬૬ ] પ્રથમ અને અંતિમ તીર્થંકરનું પ્રવચન પાંચ કારણે દુર્ગમ બને છે– (કારણ પ્રથમ તીર્થંકરના શિષ્ય સરલ છતાં જડ છે અને અંતિમ તીર્થંકરના શિષ્ય વક પણ છે અને જડ પણ છે.) તે આ –
૧. અંગુત્તરમાં તથાગતનું ધર્મચક્ર વિજયી કેમ નીવડે છે તે માટે બુદ્ધના પાંચ અતિશયો બતાવ્યા છે તે આ – ૧. તે અર્થજ્ઞ હોય છે, ૨. ધર્મજ્ઞ હોય છે, ૩. મર્યાદાને જાણ હોય છે, ૪. કાલણ હોય છે, ૫. પરિષદને જાણ હોય છે. (૫.૧૩૧.) ચક્રવતી અને તથાગતની સરખામણું માટે જુઓ ૫. ૧૩૩.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org