________________
સ્થાનાંગ સમવાયાંગ :
39?
૩૫. અદ્વીપથી બાહ્યલાક:
આગળ કહ્યા પ્રમાણે પુષ્કરવરદ્વીપમાં મડલાકારે માનુષાત્તર ત છે. એટલે તે પર્યંત મનુષ્યક્ષેત્રના કિલ્લાનું કામ આપે છે, એ કિલ્લાની બહાર એટલે કે મનુષ્યક્ષેત્રની બહાર મનુષ્યાને જન્મ તથા તેમનું મૃત્યુ નથી થતાં, મનુષ્યક્ષેત્રની બહાર મનુષ્ય સિવાયના પ્રાણીઓ હાય છે. તેમાં મનુષ્યા રહી શકતા પણ નથી; કારણ તેમાં એટલી બધી ઠંડક તેમજ ઉષ્ણતા હાય છે કે તેમનું મૃત્યુ જ થાય. તેથી કોઈ દેવ પોતાના વરી મનુષ્યને વેર વાળવા નિમિત્તે એ પ્રદેશમાં લઈ જાય તે, અથવા વિદ્યાધરા નંદીશ્વરદ્વીપ જે મનુષ્યક્ષેત્ર બહાર છે તેમાં ગયા હોય, તે તે અપેક્ષાએ મનુષ્યક્ષેત્ર બહાર પણ મનુષ્યને સંભવ ઘટે છે. પણ તે ક્ષેત્રને જ પ્રભાવ એવા છે કે તેમાં કોઈ પણ મનુષ્યનાં જન્મ તથા મૃત્યુ તે કદાપિ સભવે જ નહિ.
:3
આ બાહ્ય લેાકમાં ચંદ્રસૂર્યાદિ સ્થિર હાવાથી સમય, આવલિકાદિ રૂપે કાલના વિભાગ નથી. માત્ર વર્તનાલક્ષણ કાલનું અસ્તિત્વ છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org