________________
૨. દ્વીપસમુદ્રાધિકાર
૬૭૫ કાલેદની જગતીથી બરાબર ૮ લાખ માઈલને અંતે માનુષેત્તર પર્વત આવે છે. માનુષોત્તર પર્વતની પહેળાઈ બાહ્ય પુષ્કરાના ૮ લાખ યોજનમાં સમાવિષ્ટ સમજવી. એ આત્યંતર પુષ્કરાર્ધના પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ એવા બે ભાગ ઈષકાર પર્વત ધાતકીખંડ જેમ કરે છે. અને પછી ઘાતકીખંડની જેમ જ ૧૨ વર્ષધર આરાની જેમ છે અને ૧૪ ક્ષેત્રે આરાની વચ્ચે ખાલી જગ્યા રોકે છે. આ પુષ્કરાઈના વર્ષો અને વર્ષધરે ઘાતકીખંડથી બમણા પ્રમાણવાળા છે. આ પુષ્કરાર્ધ સુધી જ મનુષ્યો ઉત્પન્ન થાય છે; માનુષેત્તર પર્વતની બીજી બાજુના પુષ્કરાર્ધમાં અને તેથી આગળ ક્યાંય મનુષ્યની ઉત્પત્તિ નથી. તેથી અઢીકાપ જેટલું મનુષ્યક્ષેત્ર કહેવાય છે. જંબૂ, ધાતકી અને અર્ધપુકર એ અઢીદ્વીપ કહેવાય છે.' ૩૪. મનુષ્યક્ષેત્ર –
અઢીદ્વીપ પ્રમાણુ મનુષ્યક્ષેત્ર છે. તે સમયક્ષેત્ર પણ કહેવાય છે. કારણ તેથી બહાર જોતિક વિમાને સ્થિર હોવાથી તત્કૃત કાલવિભાગ નથી. આ મનુષ્યક્ષેત્ર સર્વ મળી ૪૫ લાખ યોજન વિસ્તૃત છે કારણ જંબુદ્વીપ એક લાખ, તેના ફરતો લવણ બે લાખ, અને તેના ફરતો ધાતકી ચાર લાખ, તેના ફરતો કાલોદ આઠ લાખ અને તેના ફરતે પુષ્કરાઈ ૮ લાખ. આમાં જંબૂતાપનું માપ તો લાખ જન જ ગણાય; પણ બાકીનાનું માપ જે ઉપર બતાવ્યું તેથી બમણા યોજન ગણવા જોઈએ; કારણ તે સૌ વલયાકારે છે એટલે
જંબુ ૧ લાખ યોજન લવણ ૪ + ઘાતકી ૮ , ,
કાલોદ ૧૬ , , પુષ્કરાર્ધ ૧૬ ,,
૪૫ , , એટલે કે જંબુદ્વીપના કોઈ પણ એક પૂર્વાન કે ઉત્તરાંતથી પુષ્કરાઈના કોઈ પણ પૂર્વાન કે ઉત્તરાંત સુધીનું અંતર ૨૨ લાખ યેાજન થાય; તે જ પ્રમાણે જંબુદ્વીપના કાઈ પણ પશ્ચિમાંત કે દક્ષિણાન્તથી પુષ્કરાર્ધાના પશ્ચિમાત કે દક્ષિણાત સુધીનું અંતર પણ ૨૨ લાખ યોજન છે. આમ ૨૨ x ૨ = ૪૪ લાખ યોજનમાં જબૂદ્વીપના એક લાખ જન ઉમેરીએ એટલે ૪૫ લાખ જનનું મનુષ્યક્ષેત્ર થાય.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org