________________
૨. દ્વિપસમુદ્રાધિકાર
૫૭ ૫. અભિષેકશિલાઓ:
પડકવનના મધ્યભાગમાં ચૂલિકા આવેલી છે. તે ચૂલિકાની ચારે દિશાએ ૫૦ બેજન દૂર જિનભવનો આવેલ છે. એ જિનભવન પાસે આ અભિષેકશિલાઓ છે. પૂર્વમાં પાંડુકંબલા, પશ્ચિમમાં રક્તકંબલા, દક્ષિણમાં અતિ પાંડુકંબલા અને ઉત્તરમાં અતિરક્તકંબલા છે. અતિ વિશેષણ વાળી બને શિલામાં એકએક સિંહાસન અને બાકીની બનેમાં બબે સિંહાસન છે. આ સિંહાસન પર તે તે દિશામાં ઉત્પન્ન થનાર. તીર્થકરને અભિષેક થાય છે. પાંડુકંબલા અને રક્તકંબલા પર બબ્બે સિંહાસન માનવાનું કારણ એ છે કે, પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહમાં એકી સાથે કઈ વખત બએ તીર્થકરને જન્મ થાય તે એકી સાથે તેમનો અભિષેક થઈ શકે. ભરત અને ઍરવતમાં એક વખતે એક તીર્થકરને જન્મ હોય છે તેથી ઉત્તર અને દક્ષિણની શિલા પર એક એક સિંહાસન માન્યું છે. ” ૬. જંબુદ્વિપનાં વર્ષો-ક્ષેત્રો –
જંબુદ્વીપમાં કુલ સાત વર્ષ – ક્ષેત્ર આવેલ છે. તે આ – ભરત, એરવત, હિમવંત, હિરણ્યવંત, હરિવર્ષ, રમ્યગ્દર્ષ અને વિદેહ. જંબૂદ્વીપના દક્ષિણાતે ભરત અને ઉત્તરાને ઐરાવત આવેલા છે. ભારતની ઉત્તરે હિમવંત અને હિમવંતની ઉત્તરે હરિવર્ષ આવેલા છે. આ ત્રણે ક્ષેત્રો મેરુ પર્વતની દક્ષિણે આવેલાં છે. ત્યાર પછી મેરુની આસપાસ આવેલું વિદેહ ક્ષેત્ર છે. તે બે ભાગમાં વહેંચાયેલું છે. મેરુથી પૂર્વમાં રહેલું વિદેહ પૂર્વવિદેહ કહેવાય છે. અને પશ્ચિમમાં રહેલું વિદેહ પશ્ચિમ વિદેહ કહેવાય છે. વિદેહ પછી મેરુની ઉત્તરે રમ્યગ્દર્ષ અને તેની ઉત્તરે હિરણ્યવંત અને તેની ઉત્તરે રવતવર્ષ છે. રમ્યગ્દર્ષ, હિરણ્યવંત અને રવત વર્ષ આ ત્રણે ક્ષેત્રો મેરુની ઉત્તરે આવેલાં છે. આ વિભાગ નિશ્ચચ દિશાને આશ્રયે સમજવો. પણ વ્યવહાર દિશાની અપેક્ષાએ તો સવ ક્ષેત્રોને મેરુ ઉત્તર દિશામાં જ પડે છે. કારણ, વ્યવહારમાં દિશાને નિચમ સૂર્યના ઉદયાસ્ત ઉપર અવલંબિત છે. સૂર્યોદય તરફ મોઢું કરી ઊભા રહેતાં ડાબી બાજુએ ઉત્તર દિશા ગણાય છે અને ભારતવર્ષના મનુષ્યને આ નિયમ પ્રમાણે ઉત્તર દિશામાં મેરુ ગણાય. ભરત ક્ષેત્રમાં સૂર્યાસ્તની જે દિશા છે, તે એરવતમાં સૂર્યોદયની છે તેથી ત્યાં પણ સૂર્યોદય તરફ મોઢું કરતાં મેરુ ઉત્તર દિશામાં જ પડે છે. આ જ પ્રમાણે બીજા વર્ષે વિષે પણ સમજી લેવું.
સ્થા-૪ર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org