________________
૨. દ્વીપસમુદ્રાધિકાર
(૧૬) જમ્બુદ્વીપનાં તીર્થો જબૂદ્વીપમાં ભરતવર્ષ અને ઐરવતવર્ષમાં ત્રણ તીર્થો છે
૧. માગધ; ૨. વરદામ; ૩. પ્રભાસ.
જબુદ્વીપના મહાવિદેહવર્ષના પ્રત્યેક ચકવતિવિજયમાં પણ તે જ નામનાં ત્રણ ત્રણ તીર્થો છે.
[-સ્થા. ૧૪૨] ૨. લવણસમુદ્ર
૧) લવણસમુદ્રનું માપ લવણસમુદ્રને ચકવાલવિષ્કલ્સ ૨ લાખ જન છે. લવણસમુદ્રના પૂર્વાન્તથી પશ્ચિમાન્ત સુધીનું અંતર પાંચ લાખ જન છે.
[- સમ ૧૨૫, ૧૨૮; – સ્થા. ૯૧] લવણસમુદ્રનું સર્વપ્રમાણ ૧૭ હજાર યોજન છે. લવણસમુદ્રનું પાણી ૧૬ હજાર યોજન જેટલું ઊંચું વધે છે.
[–સમ૦ ૧૬, ૧૭]
૧. જંબુદ્વિપસંબંધી બધાં મળી ૧૦૨ તીર્થો છે. ૩૨ વિજય અને ભરત તથા ઐરવત એ ૩૪માં ત્રણ-ત્રણ હોવાથી ૩૪૪૩=૧૦૨ બધાં મળી થાય. ભરતની ગંગા પૂર્વમાં અને સિંધુ પશ્ચિમમાં લવણસમુદ્રને મળે છે
ત્યાં ક્રમશ: માગધ અને પ્રભાસ તીર્થ સમજવાં. એ માગધ અને પ્રભાસની વચ્ચે વરદામ તીર્થ હોય છે. આ ત્રણે તીર્થો લવણસમુદ્રમાં ૧૨ જન દૂર આવેલાં છે. તે જ પ્રમાણે એરવતની રક્તા અને રક્તાવતીના સંગમ સંબંધી છે અને ત્રીજું તેમની વચ્ચે સમજવું. ચક્રવર્તિ વિજયેમાંનાં તીર્થો તે તે વિજયની બબ્બે નદીઓ શીતાશીતોદાના સંગમો છે ત્યાં બે અને તેમની વચ્ચે ત્રીજું એમ સમજવાં.
૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ર૭.
૩. આ મધ્યભાગના પાણીનું માપ છે. સ્થા-૩૯
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org