________________
૫૧૦
સ્થાનાંગ-સમવાયાંગઃ ૨ ૧૫. વિમાનિક વિમાનના પ્રસ્તર–
વૈમાનિક દેનાં વિમાને મેટા મકાનના માળની જેમ ઉપરાઉપર આવેલાં છે. એટલે એ વિમાનની ઉપરાઉપર આવેલી શ્રેણીઓનો વિભાગ કરનાર તળિયાં તે પ્રસ્તર કહેવાય છે. સર્વ મળી આવા ૬૨ પ્રસ્તરોમાં બધાં વિમાન વહેચાઈ જાય છે.
સૌધર્મ અને ઈશાન એ બન્ને ક અર્ધચંદ્રાકારે સામસામે હેવાથી બને મળી પૂર્ણ ચંદ્રાકાર થાય છે. સૌધર્મ દક્ષિણાર્ધમાં અને ઈશાન ઉત્તરાર્ધમાં છે. બન્નેના અર્ધવલચાકારે તેર-તેર પાથડા–પ્રસ્તર છે. બને મળી સંપૂર્ણ વલયાકારે તેર પાઘડા થાય. તે જ પ્રમાણે સનસ્કુમારના દક્ષિણાર્ધમાં અને મહેન્દ્રના ઉત્તરાર્ધમાં અર્ધ અર્ધ વલયાકાર ૨ પાથડા છે –બનેના મળીને પૂર્ણ વલયાકારે બાર પાથડા થાય છે. એની ઉપર બ્રહ્મલોક સંપૂર્ણ વલયાકારે હોવાથી તેના છ પાથડા આવેલા છે. તે જ પ્રમાણે લાંતકના ૫, શુકના ૪ અને સહસ્ત્રારના ચાર પાથડા સંપૂર્ણ વલયાકારે જાણવા. ત્યાર પછી આનત અને પ્રાણત સૌધર્મશાનની જેમ અર્ધ–અર્ધ વલયાકારે હોવાથી એ બન્નેના મળીને સંપૂર્ણ વલયાકારે ચાર પ્રસ્તર છે. અને તેની ઉપર તે જ પ્રમાણે આણત-પ્રાકૃતના બનેના મળીને સંપૂર્ણ વલયાકારે ચાર પ્રસ્તર આવેલા છે. આ પ્રમાણે બાર દેવલોકના બધા મળી પર પ્રસ્તર થાય છે. ત્યાર પછી પ્રત્યેક વેચકને એકેક તથા પાંચ અનુત્તરનો એક પ્રસ્તર હોવાથી– ૧૦ પ્રસ્તર આવે છે. આમ સર્વ મળી ૬૨ પ્રસ્તરમાં સંપૂર્ણ વૈમાનિક દેનાં વિમાને આવી જાય છે. ૧૬. સૌધર્મ અને ઈશાનનાં વિમાને ઃ
પ્રત્યેક પ્રસ્તરમાં ચારે દિશામાં વિમાનની પંક્તિઓ છે, જે આવલિકા કહેવાય છે. અમુક વિમાને એવાં છે જેમને આકાર નિયત છે. એટલે કે ત્રિકોણ, ચતુષ્કોણ અને ગોળ – આ ત્રણ આકારવાળાં વિમાને આ ચારે દિશાની આવલિકાઓમાં રહેતાં હોવાથી આવલિકાબદ્ધ કહેવાય છે. તે સિવાયનાં બીજાં અનિયતાકાર વિમાનો છે જેમને કોઈ નિશ્ચિત આકાર નથી. તે બધાં એ ચારે પંક્તિઓના આવલિકાઓના આંતરામાં વિખરાયેલાં ફૂલની જેમ અહીંતહીં રહેતાં હોવાથી પુષ્પાવકીર્ણ વિમાને કહેવાય છે. આવલિકાબદ્ધ વિમાનોની પ્રત્યેક પ્રસ્તરે સંખ્યા નિશ્ચિત
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org