________________
૪૭
૬. દેવનિકાય
જ. ગ્રહ [ ગ્રહો ૮ છે; પણ જંબુદ્વીપમાં ચંદ્ર બે હોઈ પ્રત્યેકને ૮૮-૮૮ હેવાથી બધા મળી જંબુદ્વીપમાં ૧૭૬ ગ્રહ છે. સમભૂતળથી ૮૮૮ યોજન ઊંચે ગ્રહો છે અને ત્યાંથી ઊંચે ૧૨ જન પયત આવેલા છે.]
શુક મહાગ્રહ પશ્ચિમમાં ઉદય પામે છે અને ૧૯ નક્ષત્રો સાથે ભ્રમણ કરીને પાછો પશ્ચિમમાં જ અસ્ત થાય છે.
- સમ૦ ૧૯] શુક મહાગ્રડની નવ વીથિઓ – ક્ષેત્રવિભાગે છે –
૧. હયવીથિ, ૨. ગજવીથિ ૩. નાગવીથિ; ૪. વૃષભવી થિ; ૫. ગોવીથિ; ૬. ઉરગવીથિ; ૭. અજવીથિ ૮. મૃગવીથિ; ૯. વૈશ્વાનરવીથિ.
[– સ્થા. ૬૯૯] તારક ગ્રહ છ છે –
૧. શુક્ર ગ્રહના ભ્રમણક્ષેત્રના નવ ભાગ કલ્પીને તેમને વ્યવહાર ખાતર જુદાં જુદાં નામ આપ્યાં છે. તે પ્રત્યેક વિભાગે સામાન્ય રીતે ત્રણ ત્રણ નક્ષત્રો હોય છે. ગ્રન્યાંતરમાં હયવીથિનું નામાંતર ઐરાવતવીથિ પણ છે. જ્યારે શુક્ર ગ્રહ પ્રથમની ત્રણ વીથિમાં વિચરતે હોય છે, ત્યારે વૃષ્ટિ બહુ જ થાય છે અને ઔષધિઓ સુલભ થાય છે તથા ધનની વૃદ્ધિ થાય છે. બીજી ત્રણ પશુસંજ્ઞક વીથિઓમાં જ્યારે શુક્ર ગ્રહ વિચરતો હોય છે ત્યારે ધાન્યાદિ મધ્યમ પ્રમાણમાં થાય. અને અંતિમ ત્રણમાં વિચરતો હોય, ત્યારે લેકને પીડાકારી બને છે.
૨. તારા જેવા આકારના ગ્રહો તે તારક ગ્રહે. ટીકાકાર જણાવે છે કે જે લોકમાં ચંદ્ર સૂર્ય અને રાહુ આદિ ૯ ગ્રહ જણાય છે પણ ચંદ્રાદિ ત્રણ તારા જેવા આકારના ન હોવાથી તે સિવાયના બાકીના છ અહીં તારક ગ્રહ બતાવ્યા છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org