________________
સ્થાનાંગ-સમવાયાંગઃ ૧ નીચે પાંચ પાંચનાં પંચકમાં જણાવેલી બાબતોની ભગવાન મહાવીરે નિગ્રન્થ માટે સદા પ્રશંસા કરી છે અને અનુજ્ઞા આપી છે – (૧) ૧. ક્ષમા, ૨. મુક્તિ; ૩. આજવ; ૪. માદ, ૫. લાઘવ. (૨) ૧. સત્ય; ૨. સંયમ; ૩. તપ; ૪. ત્યાગ, પ, બ્રહ્મચર્ય. (૩) ૧. ઉલ્લિતચારી – રાંધવાના પાત્રમાંથી જમવાના
પાત્રમાં ગૃહસ્થ પિતાને ખાવા માટે કાઢયું હોય
એવું જે તે આપે તે લેવું – સંક૯પ કરનાર; ૨. નિક્ષિપ્તચારી – રાંધવાના વાસણમાંથી બહાર કાઢેલ
હોય તેવું લેવાનો સંકલ્પ કરનાર; ૩. અંતચારી —- ગૃહસ્થ ભેજન કરી લીધા પછી વધેલું ' લેવાને સક૯પ કરનાર; ૪. પ્રાન્તાચારી – તુચ્છ આહારની ગવેષણ કરવાને
સંકલ્પ કરનાર; ૫. રૂક્ષચારી – લૂખું લેવાને સંકલ્પ કરનાર. (૪) ૧ અજ્ઞાતચારી – સ્વજાત્યાદિ દર્શાવ્યા વિના ગષણા
કરનાર; ૨. અન્યગ્લાનચારી – બીજા રોગી માટે ભિક્ષાચર્યા
કરનાર; ૩. મૌનચારી – મૌનવ્રતધારી; ૪. સંસ્કૃષ્ટ કલ્પિક–ખરડેલ હાથે ખપતી ભિક્ષા આપે
તે લેવી એ સંકલ્પ કરનાર;
૧. અહીંથી લઈને રૂક્ષચારી સુધીની પાંચ બાબતો ભિક્ષુના ભજન સંબંધી અભિગ્રહને લગતી છે—જેની પ્રશંસા ભગવાને કરી છે.
૨. આ શબ્દના ટીકાકાર અનેક અર્થો જણાવે છે –અન્ન વિના રોગી થનાર; બીજા રેગી માટે ભિક્ષાચર્યા કરનાર; ભજન કાલે ભિક્ષાચર્યા કરનાર ઈ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org