________________
સ્થાનાંગ-સમવાયાંગઃ ૧ સંવર વડે મતિજ્ઞાનને પામે. મતિજ્ઞાનથી શ્રતજ્ઞાની થાય. પછી અવધિજ્ઞાની થાય. પછી મન:પર્યાયજ્ઞાની થાય. અને કેવળજ્ઞાનને પણ પામે.
૧૦.
૧૧.
અને ૨
[– સ્થા. ૬૬]
જ્ઞાનાવરણ અને દાનમેહનીય કમર જે ઉદયમાં અવ્યુિં હોય (એટલે કે ફળ આપવા લાગ્યું હોય, તેને ક્ષય, અને જે ઉદયમાં ન આવ્યું હોય તેને ઉપશમ એમ થોપશમાં વડે આત્મા–
૧. કેવળીએ ઉપદેશેલ ધમને સાંભળવા પામે. ૨. સાંભળીને શ્રદ્ધાળુ થાય. ૩–૧૦. યાવત્ર મન:પર્યાયજ્ઞાનવાળા થાય.૪
[-સ્થા ૯૮] ૧. મતિજ્ઞાન વગેરે પાંચ જ્ઞાને વિષે આગળ વર્ણન આવશે. જુઓ આ માળાનું તત્ત્વાર્થસૂત્ર” પૃ. ૨૧ ઈ૦. ભૂલ રૂપે કહીએ તો, મતિજ્ઞાન એટલે ઇકિય-મનની સહાયતાથી થતું જ્ઞાન. શ્રતજ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન. અવધિ અને મન:પર્યાય જ્ઞાન એ બે જ્ઞાને એક પ્રકારની વિશેષ શક્તિથી પ્રાપ્ત થતાં જ્ઞાન છે, જેમાં ઇકિયાદિની જરૂર નથી પડતી. કેવળજ્ઞાન એટલે તો શુદ્ધ આત્માને થતું સર્વવિષયક જ્ઞાન.
૨. જ્ઞાન, જ્ઞાની, અને જ્ઞાનનાં સાધને પ્રત્યે દ્વેષ, બીજાને જ્ઞાન ન મળે એવું માત્સર્ય, વગેરે દેષોને પરિણામે જ્ઞાનશક્તિ આવૃત થઈ જાય છે. અને જ્ઞાની કે સંતના, શાસ્ત્રના, કે ધર્મના અસત્ય દેબો પ્રગટ કર્યા કરવા વગેરે દેથી દર્શન – શ્રદ્ધાની બાબતમાં મૂઢતા પ્રાપ્ત થાય છે. એ બધાની વિગત માટે જુઓ આ માળાનું ‘તત્ત્વાર્થસૂત્ર’ પૃ૦ ૨૬૮ ઈ.
૩. ચાવતું એટલે –થી માંડીને... સુધી.અર્થાત ઉપર આવેલા ૩થી૧૦ સુધી.
૪. અહીં કેવળજ્ઞાન નથી ગણાવ્યું, કારણ કે તે જ્ઞાનાવરણીય કર્મના સદંતર ક્ષયથી પ્રાપ્ત થાય છે. અહીં પશમથી થતી લબ્ધિને જ પ્રસંગ છે. વળી સમ્યક્ત્વ અને ચારિત્ર પણ અહીં ક્ષાપશમિક જ સમજવાં જોઈએ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org