________________
૨ ૨૪
સ્થાનાંગ સમવાયાંગ: ૨
ટિપણુ ૧. ચક્ષુ -
અંધ, એકચક્ષુ વગેરે અહીં જણાવેલા ભેદેની સાથે બોદ્ધ અંગુત્તર નિકાયમાં જણાવેલા અંધ, એકચક્ષુ અને દ્વિચક્ષુ –એવા પુરુષના ત્રણ ભેદે સરખાવવા જેવા છે. અંધ તે એ છે કે જે આ સંસારના ભેગને ઇચ્છવા છતાં મેળવવા અને ભાગવવા સમર્થ નથી થતો, અને જે પુણ્યપાપના વિવેકને પણ નથી જાણતો. એકચક્ષુ તે છે જે સાંસારિક ભેગો ને હિંસા આદિ પાપ કાર્યો કરીને પણ મેળવે છે, પણ કુશલાકુશલને વિવેક નથી કરી શકતો. દ્વિચક્ષુ તે છે જે માત્ર ધર્મમાગે મળેલા જ ભેગને ભગવે છે, અને કુશલાકુશલનો વિવેક પણ કરી શકે છે. એ પુરુષ શ્રેષ્ઠ કહેવાય છે. – અંગુત્તર૦ ૩. ૨૯. ૨. અનન્તાનુબંધી:
અનન્તભવને વધારનાર તે અનંતાનુબંધી કહેવાય. આ કષાય હેય ત્યાં સુધી સમ્યગ્દર્શનના સહભાવી ક્ષમાદ ધર્મો થતા નથી. સમ્યગ્દર્શન નથી થતું તેનું કારણ આ કષાદય નહિ, પણ દર્શનમેહનીય છે. પણ જે એમ કહેવાય છે કે અનતાનુબંધીના ક્ષયોપશમથી સમ્યકત્વલાભ થાય છે, એનો અર્થ એવો છે કે જ્યારે આને ક્ષોપશમ થાય છે ત્યારે જ મિથ્યાત્વને ક્ષયશમ થઈ તેનાથી સમ્યકત્વલાભ થાય છે. એટલે કે જ્યાં સુધી અનતાનુબંધીને ઉદય હોય, ત્યાં સુધી મિથ્યાત્વને પશમ થતો જ નથી. એટલે સમ્યકત્વલાભનું ખરું કારણ અનતાનુબંધીને ક્ષોપશમ નહિ પણ મિથ્યાત્વને ક્ષયપશમ અને પરંપરાઓ અનતાનુબંધીને ક્ષોપશમ. ૩. યોગ - - વીર્યાન્તરાયકમના ક્ષપશમવિશેષ-જન્ય આત્માની શક્તિ જે કર્મબંધમાં કારણ છે, તે ગ. એ શક્તિના વ્યાપારનાં આલંબન ત્રણ હેવાથી તેના ત્રણ ભેદ છે – મનેગ, વચનગ અને કાગ. ગ, વીર્ય, બલ, ઉત્સાહ, પરાક્રમ, ચેષ, શક્તિ, સામર્થ્ય એ બધાં એકથક છે. વસ્તુતઃ કાગ જ મુખ્ય છે; મન અને વચનગ તે કાયોગના વિશેષ છે. કારણ, કાયયોગ સર્વત્ર અનુગત જ છે. જીવ જે કાગ વડે મને દ્રવ્ય અને ભાષાદ્રિવ્યનું ઉપાદાન કરતો હોય તે અગર બીજી ચેષ્ટા કરતો હોય તે કાચોગ કહેવાય છે. અને જે કાગથી એ ભાષાદ્રવ્યના પુદ્ગલોને છોડે છે તે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org