________________
૩૧૦
- સ્થાનાંગસમવાયાંગ ૨
(૮) અણગારનાં વિશ્વ-પાત્ર રેજેહરણ અલક પાંચ કારણે પ્રશસ્ત કહેવાય
૧. તેને પ્રત્યુપેક્ષા (પડિલેહણ) અલ્પ કરવી પડે છે; ૨. લઘુતા પ્રશસ્ત છે માટે, ૩. રૂપ વિધાસિક હોય છે? ૪. અનુજ્ઞાત તપનું અનુષ્ઠાન સહેજે થાય માટે, ૫. વિપુલ ઇન્દ્રિયનિગ્રહ થાય માટે.
[-સ્થા ૪૫૫] ત્રણ કારણે વસ્ત્ર ધારણ કરે – ' ૧. લજજા;
૨. જુગુપ્સા-(વિકૃતાંગ જોઈને રખે કઈ પ્રવચનની ધૃણ કરે); ૩. પરીષહ (શીતોષ્ણ, દશમશાદ ).
* [– સ્થા૦ ૧૭૧] નિગ્રન્થ અને નિગ્રન્થિનીએ ત્રણ પ્રકારનાં વચ્ચે રાખવાં અને વાપરવાં કપે–
૧. જાંગમિક-ત્રસજીવના અવયવથી ઉત્પન્ન થયેલ - ઊનનાં
૨. ભાંગિક – અતસી નામની વનસ્પતિનાં ૩. સુતરાઉ.
- સ્થા૦ ૧૭૦] ૧. પડિલેહણમાં ઓછો સમય જવાથી એટલો સમય સ્વાધ્યાયમાં વધારે આપી શકે, તે ફાયદો છે.
૨. લધુતા એટલે હલકાપણું. કપડાં ન હોય તે દ્રવ્યથી ભાર ઓછો. વળી કપડા પર રાગષ પણ ન હોય તે ભાવથી ભાર હલકે.
૩. કપડાં ન પહેર્યા હોય એટલે અલિપ્સ સમજાય અને તેના પર બધા વિશ્વાસ મૂકે.
૪. ઉપકરણ સંલીનતા નામનું તપ જે ભગવાને કહ્યું છે તે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org