________________
૨.
સ્થાનાંગ સમવાયાંગ ૨ (૫) કેવળજ્ઞાન – ધસ્થ અને કેવળી નિગ્રન્થ અને નિગ્રન્થીઓ છે તે પણ આ સમયમાં ચાર કારણે અતિશેષ (કેવલ) જ્ઞાનદશન ઉત્પન્ન થાય નહિ –
(૧) વારંવાર તેઓ સ્ત્રીકથા, ભક્ત(જન)કથા, દેશકથા અને રાજકથા આ ચાર વિકથા કરતાં હોય છે;
(૨) વિવેક અને વ્યુત્સગ વડે આત્માને તેઓ સમ્યક પ્રકારે પવિત્ર કરતાં નથી;
(૩) રાત્રિના પૂર્વ અને ઉત્તર ભાગમાં ધમધ્યાન કરતાં નથી;
(૪) નિર્દોષ અન્નની ગવેષણું કરતાં નથી.
આથી ઊલટું વતન હોય તો નિગ્રન્થ અને નિગ્રન્થીઆને કેવળજ્ઞાન તેઓ ઈચ્છે તો ઉત્પન્ન થાય.
[– સ્થા. ૨૮૪] કેવલીને પાંચ અનુત્તર (શ્રેષ્ઠ) છે – ૧. અનુત્તર જ્ઞાન; ૨. અનુત્તર દશન; ૩. અનુત્તર ચારિત્ર; ૪. અનુત્તર તપ; ૫. અનુત્તર વીય.
[- સ્થા૦ ૪૫૦ ] કેવલીને દશ અનુત્તર છે – અનુત્તર- જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીય, ક્ષમા, મુક્તિ (નિર્લોભતા,) ત્રાજુલા, મૃદુતા, લઘુતા (નમ્રતા).
[ – સ્થા. ૭૬૩]
૧. અશુદ્ધાદિને ત્યાગ તે વિવેક અને એકાગ્રતાપૂર્વક શરીર અને વચનના વ્યાપારનો ત્યાગ તે વ્યુત્સર્ગ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org