________________
કરવા માટે મા
રહેલ તે તેને માળા માટે જ તેમાં
ઉપઘાત
૧. માતાવિક ૩૫ત્રમ - ૩૬ic: આજથી બાર-તેર વર્ષ પહેલાં સ્થાનાંગ અને સમવાયાંગ એ બે અંગ ગ્રન્થને અનુવાદ પૂંજાભાઈ જૈન ગ્રન્થમાળામાં પ્રકાશિત કરવા માટે આપી રાખેલે; પણ લડાઈની મેંઘવારી અને કાગળની અછતને કારણે પડી રહેલ તે હવે પ્રકાશિત થાય છે એનો આનંદ મળે છે. પૂ. પં. બેચરદાસજીએ ઉક્ત માળા માટે જ્ઞાતાધર્મકથા અને ઉપાસકદશા એ બંને પ્રત્યેના અનુવાદો કરી આપેલ તેમાં તેમણે શબ્દશઃ અનુવાદને બદલે સારાત્મક અનુવાદ કરવાની શૈલી સ્વીકારી હતી. એ જ શૈલીનો વિકાસ શ્રી. ગોપાલદાસે તેમના અનુવાદમાં કર્યો છે. પણ સ્થાનાંગ અને સમવાયાંગ એ બે અંગગ્રન્થો બધા અંગમાં ભાત પાડે તેવી અનોખી શૈલીમાં રચાયા છે; તેથી સારાત્મક અનુવાદ શક્ય ન હતો. એ બંને ગ્રન્થોમાં તેનું નિરૂપણ વિવેચનાત્મક શૈલીમાં નહિ પણ પ્રતિપાદ્ય વિષયની ગણતરી કરીને કરવામાં આવ્યું છે, એટલે કે, પ્રતિપાઘ વિષયનું નિરૂપણ ભેદપ્રતિપાદન દ્વારા કરવામાં આવ્યું છે. આથી સાર આપવો શક્ય ન હતો; એક પણ વસ્તુ છેડી શકાય તેમ ન હતી; એટલે મેં આમાં સ્વતંત્ર શૈલી અપનાવી છે.
સ્થાનાંગમાં એકવિધથી માંડીને દશવિધ સુધીની વસ્તુઓની ગણતરીઓ ક્રમશઃ દશ સ્થાને અથવા દશ અધ્યયનમાં આપવામાં આવી છે. ત્યારે સમવાયાંગમાં દશથી આગળ પણ એવી ગણતરીને લઈ જવામાં આવી છે. આથી વિષયના પ્રતિપાદનમાં વસ્તુ-સંગતિના ક્રમને બદલે ભેદ-સંગતિના ક્રમને સ્વીકાર્યો છે. પરિણામે, જે કાંઈ વસ્તુ એક હોય, તે એક સાથે ગણી દીધી છે અને તે જ પ્રમાણે વિષયને બદલે સંખ્યાને મહત્ત્વ આપીને અને ગ્રન્થમાં પ્રતિપાદન થયું છે. પરિણામ
શ્રી સારાત્મક અનામી નહિ પણ પ્રતિષ વિષ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org