________________
૧૨. કમ ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત પ્રમાણ કાળ સુધી તે આત્મા વીતરાગાવસ્થામાં રહે છે, પણ પછી તો અવશ્ય મેહનું સામ્રાજ્ય જામે છે. દબાયેલા મેહ - દારૂના ઢગલામાં આગની કણી લાગવાથી ભડાકે થાય તેમ એકદમ ફૂટી નીકળે છે અને આત્માને વળી પાછા અધોગામી બનાવે છે. તે વખતે જે તેનું આયુ પૂરું થયું હોય, તે તે જીવ મરીને અનુત્તરમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે અને સમ્યગ્દષ્ટિ નામની ચોથી અવસ્થાને પામે છે. અને જે આયુ પૂરું ન થયું હોય, તો જે ક્રમે તેણે આરહણ કર્યું હોય છે તે જ ક્રમે પતન શરૂ થાય છે. અર્થાત આરોહણ વખતે જે જે ગુણસ્થાનને પ્રાપ્ત કરી કમની જે જે પ્રકૃતિએના બંધ, ઉદય અને ઉદીરણાનો વિચ્છેદ કર્યો હત, પતન વખતે તે તે ગુણસ્થાનને કમશ: પ્રાપ્ત કરીને ફરી તે તે કમની પ્રકૃતિનાં બંધ, ઉદય અને ઉદીરણાને શરૂ કરે છે અને તે પ્રમાણે પતનો—ખ આત્મામાંથી કઈ છઠ્ઠામાં, તો કઈ પાંચમામાં તો કઈ ચોથામાં અને કેઈ તે બીજામાં પણ આવી જાય છે.
(૧૨) ક્ષીણમેહઃ જેમ અગિયારમું ગુણસ્થાન દશમામાંથી ઉત્તરોત્તર વિશુદ્ધ થયેલે આત્મા પામે અને મોહને તદન ઉપશમ હોવાથી ઉપશાંતમેહ કહેવાય છે, તેમ દશમામાં રહેલો સૂમસં૫રાચક્ષપક જ્યારે એ લાભના સૂમ અંશને પણ ક્ષય કરે છે, ત્યારે સીધો આ અવસ્થામાં આવે છે અને તે ક્ષીણમેહ કહેવાય છે. જેમ ઉપશાંતમૂહ અવસ્થા માત્ર ઉપશમકને જ આવે છે, તેમ આ ક્ષીણમેહ અવસ્થા માત્ર ક્ષયક શ્રણવાળા ને જ આવે છે. ઉપરાંત મહાવસ્થામાંથી અવશ્ય પતન છે,
જ્યારે આ ક્ષીણમહાવસ્થામાં પતનને અવકાશ જ નથી. તે ક્રમશઃ સિદ્ધગતિને જ પામે છે. આ ક્ષીણમેહાવસ્થામાં અંતમુહુર્ત કાળ રહીને આત્મા આગળના ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે.
(૧૩) સગી કેવલીઃ આત્માના વિકાસને રેધક જે મોટું સિન્ય છે તેમાં મેહ એ સેનાપતિ છે. સેનાપતિ મેહ જ્યારે નાશ પામ્યા, ત્યારે તેના નાના મોટા સિનિની દુરવસ્થા થાય છે. મેહના નાશ થવાથી બીજા જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાય એ ત્રણ ઘાતકમની શક્તિ પણ ક્ષીણ થઈ જાય છે અને અંતમું હૂત પછી એ ત્રણે ઘાતી કર્મને નાશ થઈ જાય છે અને આત્મા નિરતિશય જ્ઞાન આદિ ગુણોને પ્રાપ્ત કરે છે. એ સમયમાં મન, વચન અને કાય કેગની પ્રવૃત્તિ બંધ ન હોવાથી તે અવસ્થાને સગી કેવળી અવસ્થા કહે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org