________________
૯૪
સ્થાનાંગસમવાયાંગ ૧ ૪. દાન વિષે –
“જે દાનને પ્રશંસે છે તે આત્મવધનો ભાગી થાય છે ને જે નિધે છે તે બીજાની જીવિકાને છેદ કરે છે; માટે દાનના વિધિનિષેધથી દૂર રહેવું” – આ સૂત્રકૃતાંગનાં (૧. ૧૧. ૨૦) વાક્યોને તાત્પર્યાથે હરિભદ્રના ઉપદેશપદને અનુસરીને યશવિજયજી તેમની પ્રથમ બત્રીશીમાં અને ઉપદેશરહસ્યમાં (ગા. ૧૬૮) આમ જણાવે છે – જે આગમમાં વિહિત હોય તેવા દાનની પ્રશંસામાં અને જે આગમમાં નિષિદ્ધ હોય તેવા દાનના નિષેધમાં સાધુ દેષભાગી નથી થતો. જે સામાન્ય બધા દાનને વિધિ-નિષેધ સબ ગણાતો હોય, તો તે પછી શાસ્ત્રમાં પાત્રાપાત્રને વિવેક વગેરે જે બતાવ્યું છે, તે નકામું જોય છે. સૌ દાનમાં અભયદાનને શ્રેષ્ઠ ગણાવ્યું છે. જુઓ – સૂત્રકૃતાંગ ૧.૬.૨૩. દાનના સ્વરૂપ વિશે જુઓ તત્વાર્થ૦ ૭.૩૩,૩૪.
ભગવાન બુદ્દે-આમિષદાન (ઇનિદ્રયના વિષયેનું દાન) અને ધમદાન એવા દાનના બે ભેદ પાડયા છે. અને ધર્મદાનને મુખ્ય ગયું છે – અંગુત્ર ૨૦૧૩. - સિંહસેનાપતિના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન બુદ્ધ દાનથી આ લોકમાં જ ચાર લાભે થાય છે તે ગણાવ્યા છે –
૧. દાતા બહુજનને પ્રિય થાય છે, ૨. પુરુષને સંસર્ગ થાય છે, ૩, કલ્યાણકારી કીર્તિ વધે છે, ૪. કઈ પણ સભામાં વિશારદની જેમ જઈ શકે છે. અને પરલોકમાં સ્વર્ગમાં જાય છે તે અદૃષ્ટ લાભ છે. અંગુર ૫. ૩૪.
વળી કાલિદાનના ચાર ભેદ બતાવ્યા છે – ૧. આગન્તુકને, ૨. જનારને, ૩. શ્વાનને, ૪. દુર્ભિક્ષમાં – અંગુઠ ૫, ૩૬.
અંગુત્તરમાં દાનના આઠ ભેદ પણ બતાવ્યા છે જે અહી ગણાવેલ દશ ભેદ સાથે ઘણું સામ્ય ધરાવે છે – અંગુર ૮, ૩૧, ૩૨. ૫. જ્ઞાનાવરણુચના બે ભેદ–
જ્ઞાનાવરણની સર્વઘાતી અને દેશધાતી એમ બે જાતની પ્રકૃતિઓ છે. જે પ્રકૃતિ સ્વઘાન્ય જ્ઞાન ગુણને સંપૂર્ણ પણે ઘાત કરે, તે સર્વઘાતી જ્ઞાનાવરણીય કહેવાય છે. કેવલજ્ઞાનાવરણ સર્વઘાતી કહેવાય છે. અને જે સ્વધાય ગુણ જ્ઞાનને આંશિક ઘાત કરે, તે દેશઘાતીજ્ઞાનાવરણીય કહેવાય છે. મતિજ્ઞાનાવરણ, શ્રતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને મન:પર્યયજ્ઞાનાવરણ આ ચાર પ્રકૃતિએ દેશઘાતી જ્ઞાનાવરણીય કહેવાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org