SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ પાંચસો સુંઢ, દરેક સૂંઢ દીઠ આઠ આઠ દંતશૂલ, અને દરેક દંતશૂલ ઉપર આઠ આઠ વાવ, દરેક વાવમાં આઠ આઠ કમલ; દરેક કમલને લાખ લાખ પાંખડી, દરેક પાંખડી ઉપર બત્રીસબદ્ધ દેવતાઈ નાટક થતાં હતાં, દરેક કર્ણિકાએ સિંહાસન, આઠ આઠ અગ્રમહિષીઓ સહિત, બેઠેલા ઈંદ્ર મહારાજ નાટક જુએ છે. આવી રીતના ચોસઠ હજાર હાથી આકાશમાંથી ઊતરતા દશાર્ણભદ્ર રાજાએ જોયા. આ પ્રમાણેની ઋદ્ધિ સાથે ઇંદ્ર મહારાજને પ્રભુને વાંદવા આવતા દેખીને, દશાર્ણભદ્ર રાજાએ વિચાર્યું કે, આ ઋદ્ધિ દેવલોકની છે. ઈંદ્ર મહારાજે મારો ગર્વ ઉતારવા માટે જ આ ઋદ્ધિ વિમુર્તી છે. હું ઇંદ્ર મહારાજને પહોંચી શકું તેમ નથી એમ વિચાર કરી, મહાવીર પ્રભુને વંદન કરી, દેશના સાંભળી, વૈરાગ્ય ઉત્પન્ન થવાથી, દશાર્ણભદ્ર રાજાએ પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી, ઈંદ્ર મહારાજે, દશાર્ણભદ્ર રાજર્ષિને પગે લાગીને, “તમને ધન્યવાદ હો', એમ કહીને ઈંદ્ર મહારાજ દેવલોકમાં પાછા ગયા. દશાર્ણભદ્ર રાજર્ષિ નિરતિચાર ચારિત્ર પાળીને મોક્ષે ગયા. માટે કોઈએ ઋદ્ધિગૌરવ ન કરવો. જો કરવો હોય તો દશાર્ણભદ્ર રાજાની માફક ધર્મ ગૌરવ કરવો. આર્યમંગુની કથા મથુરાનગરીમાં આર્યમંગુ ચાતુર્માસ રહ્યા હતા. અહીં દરરોજ સ્વાદિષ્ટ આહાર મલવાથી જીભના સ્વાદના લોલુપી અને શિથિલાચારી થયા. એક જ ઠેકાણે ઘણો સમય રહેવાથી પ્રમાદી પણ થયા. અનુક્રમે કાલધર્મ પામીને, તે જ નગરમાં ખાલટૂકડા નામના યક્ષના મંદિરના અધિષ્ઠાયક તરીકે ઉત્પન્ન થયા, વિર્ભાગજ્ઞાનથી પોતાનો પાછળનો ભવ જાણીને, પશ્ચાતાપ કરવા લાગ્યા. સાધુ યક્ષના મંદિર પાસે થઈને, બહિર્ભુમિ જાય, તે વખતે, યક્ષ બોલે કે, હું તમારો ગુરુ છું, અને જીભની લોલુપતાથી કાળધર્મ પામીને અહીં યક્ષ તરીકે ઉત્પન્ન થયો છું, તે માટે તમે; ભૂલે ચૂકે જીભના સ્વાદના લોલુપી ન થશો. એમ કહી યક્ષ અદશ્ય થઈ ગયો. તે માટે રસગૌરવ ન કરવું. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy