________________
શ્રી મેરુસુંદરગણિત પડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર
૮૫
રક્ષિતા પ્રમુખ સાઠ હજાર સાધ્વી, એક લાખ ચોરાસી હજાર શ્રાવક, ત્રણ લાખ બોતેર હજાર શ્રાવિકા. ત્રીશ ધનુષ પ્રમાણ દેહ, ચોરાશી હજાર વરસનું આયુષ્ય, સુવર્ણવર્ણ, નંદાવર્તનું લંછન અને સમેતશિખર પર્વત ઉપર મોક્ષ.
મહૈિં કહતાં, ઓગણીસમાં શ્રીમદ્વિનાથ પ્રભુને હું વંદન કરું છું. પરીસરૂપી મલ્લ તેનો જય કરવાની મલ્લિ કહેવાય. વળી, મલ્લિનાથ પ્રભુ ગર્ભમાં આવ્યા, ત્યારે તેઓની માતાને, એક ઋતુમાં, સર્વ ઋતુનાં, ફૂલોની શય્યામાં સૂઈ રહેવાનો દોહદ ઉત્પન્ન થયો હતો, જે દેવતાઓએ પૂર્ણ કર્યો હતો. તે માટે પ્રભુનું નામ મલ્લિનાથ પાડવામાં આવ્યું હતું.
મિથિલા નગરીના, કુંભ રાજાની, પ્રભાવતી નામની રાણીથી કુક્ષિથી શ્રીમશ્વિનાથ પ્રભુનો જન્મ થયો હતો. શ્રીમલ્લિનાથ પ્રભુએ ત્રણસો પુરુષો સાથે દીક્ષા લીધી હતી. તેઓને પુરુષસેન પ્રમુખ અઠાવીસ ગણધર, ચાલીસ હજાર સાધુ, બંધમતી પ્રમુખ ત્રણ લાખ, છોતેર હજાર સાધ્વી, એક લાખ, ત્યાસી હજાર શ્રાવક, ત્રણ લાખ, છોંતેર હજાર શ્રાવિકા, વીશ ધનુષ પ્રમાણ દેહ. પંચાવન હજાર વરસનું આયુષ્ય, નીલવર્ણ, કુંભનું લંછન, સમેતશિખર પર્વત ઉપર મોક્ષ.
વંદ્દે મુનિસુવ્વયં કહતાં, વશમા તીર્થંકર શ્રીમુનિસુવ્રતસ્વામી ને હું વંદન કરું છું. જે જગતની ત્રિકાલાવસ્થાને જાણે. તેને મુનિ કહીએ. વળી જેને શોભનવ્રત છે તેને, સુવ્રત કહીએ. વળી, પ્રભુ ગર્ભમાં આવ્યા પછી, તેઓની માતાએ, મુનિ સરખાં શોભન, શ્રાવકનાં વ્રત પાલ્યાં, એવો ગર્ભનો મહિમા જાણી, માતાપિતાએ મુનિસુવ્રત નામ પાડ્યું. રાજગૃહી નગરીના સુમિત્ર નામના રાજાની, પદ્મા નામની રાણીની કુક્ષિથી શ્રીમુનિસુવ્રતસ્વામીનો જનમ થયો હતો. શ્રીમુનિસુવ્રતસ્વામીએ, એક હજાર પુરુષ સાથે દીક્ષા લીધી હતી. તેઓને મલ્લિ પ્રમુખ અઢાર ગણધર, ત્રીસ હજાર સાધુ, પુષ્પવર્તી પ્રમુખ પચાસ હજાર સાધ્વી, એક લાખ, બૌતેર હજાર શ્રાવક, ત્રણ લાખ, પચાસ હજાર શ્રાવિકા. ત્રીશ હજાર વરસનું આયુષ્ય, વીશ ધનુષ્ય પ્રમાણ દેહ, કૃષ્ણવર્ણ, કાચબાનું લંછન અને સમેતશિખર પર્વત ઉપર મોક્ષ.
fમના ૨ કહતાં, વળી, એકવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ને હું વંદન કરું છું. પરીસહ, ઉપસર્ગદિક જેઓએ નમાવ્યા છે. માટે નમિ કહીએ. વળી પ્રભુ ગર્ભમાં આવ્યા પછી, પ્રભુ શ્રી નેમિનાથના પિતા વિજય રાજાના શત્રુ એવા સીમાડાના રાજાઓ, એક સાથે ચડી આવ્યા અને મિથિલા નગરીને ઘેરી લીધું. વિજય રાજા ગભરાઈ ગયા. નિમિત્તિયાને બોલાવીને પૂછતાં, નિમિત્તિયાએ કહ્યું કે, વિપ્રા રાણી સગર્ભા છે, તેણીને કિલ્લાના કોશીષા ઊપર ઊભાં રાખીને, શત્રુઓને તેણીનાં દર્શન કરાવો. રાજાએ રાણીને, કિલ્લાના કોશીષા ઉપર રાખતાં જ, શત્રુઓથી રાણીનું તેજ સહન ન થયું તેથી સર્વ દુમન રાજાઓ માન મૂકીને, પ્રભુની માતાને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org