________________
(૧)
(૨)
(૩)
ધર્મનો નાશક, માતાપિતાનો મારક શી રીતે બનતો હશે? અને બનવાનું કારણ શું? રાજ્યના લોભના કારણે કોણિકે પોતાના બાપને કારાગૃહમાં નાંખ્યો હતો. આ વાતને તમે જાણો છો? વિષય લોભમાં આંધળી, ૧૪ સ્વપ્ન સૂચિત પુત્રની માતા બનેલી ચૂલિણીએ પોતાના ચક્રવર્તી બ્રહ્મદત્ત પુત્રને લાખના ઘરમાં ધકેલી દીધાની વાત તમે સાંભળી નથી? પોતાની ધર્મપત્નીને દેવતાઈ હાર પહેરાવીને સર્વાગ સુંદર બનાવવામાં વિષયાધ કોણિકે પોતાના નાના (માતાના પિતા) ચેડા મહારાજા સાથે યુદ્ધ રમીને ૧ કરોડ એંશી લાખ માનવોની હત્યાનું પાપ પોતાના માથે લીધેલી વાતને તમે ક્યારેય ગુરૂ મહારાજ પાસેથી સાંભળી છે. રાજ્ય વિસ્તારના ઈચ્છુક, ચક્રવર્તી પદનો લોભી ભરત રાજાએ પોતાના પ્રાણ પ્યારા બાહુબલી ભાઈને મારવા માટે ચક્રનો ઉપયોગ કરવામાં લોભ સિવાય બીજું કારણ શું? ઈત્યાદિ અગણિત દાખલાઓને જોયા પછી નોમ પરિજે નિવહિ પરિશ્રી જિનેશ્વર પરમાત્માઓએ તે સૌમાં લોભ પરિગ્રહને મૂળ કારણરૂપે કહ્યો છે. નટરાજ તરીકે પ્રસિદ્ધિ પામેલા લોભના રૂપાંતરો નીચે પ્રકારે જાણવા પુત્રનો લોભ, ધનનો લોભ, સત્તાનો લોભ, પરસ્ત્રીનો લોભ, વિષયવાસનાનો લોભ, શરીરને શણગારવાનો લોભ, પોઝીશનનો લોભ, આદિરૂપે નટરાજના ધંધા જુદા જુદા છે.
(૪)
પ૩)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org