________________
વિષય - “નવકાર મંત્રનાં પાંચ પદરૂપ પ્રથમ સુતવાળું આ અંગ મહાવીર સ્વામીના જીવન પરત્વે બીજા બધા અંગો કરતાં વિશેષ પ્રકાશ પાડે છે. એમાં એમના શિષ્યો અને સમકાલીન વ્યક્તિઓ વિશે નિર્દેશ છે. એમનાં માતા દેવાનંદા એમને વંદન કરવા ગયા ત્યારે તેમને પાનો ચડ્યો. એમણે મહાવીરસ્વામી સામે એકીટસે જોયા કર્યું તેનું કારણ ગૌતમસ્વામીએ પૂછ્યું એટલે મહાવીરસ્વામીએ કહ્યું કે એ મારી માતા થાય છે. આ ઉપરાંત આમાં અનેક બાબતો છુટીછવાઈ વિચારાઈ છે. કેટલીક વાર તો એકની એક બાબત જુદા જુદા સયા'માં નજરે પડે છે. આથી મુખ્ય મુખ્ય બાબતો વિષે એક જ સ્થળે બધું જાણવાનું મળે એ ઈરાદાથી ગોપાલદાસ પટેલે આ અંગના છાયાનુવાદમાં સમગ્ર ગ્રંથને દસ ખંડમાં વિભક્ત કર્યો છે અને એમાં ચર્ચાયેલા વિષય અનુસાર એનાં નામો યોજ્યાં છે. આ નામો “ખંડ શબ્દને બાજુ ઉપર રાખીએ તો વિષયોનાં નામ પૂરા પાડે છે. જેમકે (૧) સાધન, (૨) ચારિત્ર, (૩) સિદ્ધાંત, (૪) અન્યતીર્થિક, (૫) વિજ્ઞાન, (૬) ગણિત, (૭) કુતૂહલ, (૮) દેવ, (૯) નારક અને (૧૦) અન્ય જીવ.
સ્કન્દકનું ચરિત્ર આલેખતી વેળા અભયદેવસૂરિ સ. ૨, ઉ. ૧ (સુ. ૯૨)ની વૃત્તિ (પત્ર ર૧૯, ઋ. કે.)માં કહે છે કે મહાવીર સ્વામિના તીર્થમાં (૧૧ ગણધરની) નવ વાચના થઈ હોવાથી અહીં કાલવ્યુત્ક્રમ (anachronism) દેખાય છે.
દેવો “અધ્ધમાગણી ભાષા બોલે છે અને બોલાતી ભાષામાં પણ એ જ ભાષા વિશિષ્ટ છે એમ સ. ૫., ઉ. ૪ (સુ. ૧૯૦)માં કહ્યું છે. પ્રસ્તુત પંક્તિ નીચે પ્રમાણે છે.
गोयमा! देवा णं अद्धमागहाए भासाए भासंति। सा वि य णं अद्धमागहा भासा भासिज्जमाणी विसिस्सति।
આ અંગના બીજા સુતમાંનો વંમીનિવઅર્થાત્ બ્રાહ્મી લિપિને નમસ્કાર એવો ઉલ્લેખ છે. વિશેષમાં આ અંગમાં જાતજાતની સૂક્ષ્મમાં
( ૨૩
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org